શોધખોળ કરો
Advertisement
રાજ્યભરમાં કડકડતી ઠંડી, નલિયા 3.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર
નલિયા ચાર વર્ષનો રેકોર્ડ તોડીને 3.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. ડિસામાં ઠંડીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમ વર્ષા અને ઠંડીની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં કોલ્ડવેવનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી હાડ થીજવતી ઠંડીનો પડી રહી. મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે નોંધાયો છે. એવામાં હવમાન વિભાગે આગામી ચાર દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરી છે. આગામી 48 કલાક કોલ્ડવેવની સ્થિતિ ગુજરાતમાં રહેશે.
નલિયા ચાર વર્ષનો રેકોર્ડ તોડીને 3.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. ડિસામાં ઠંડીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ડીસામાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજના લઘુતમ તાપમાને 5 વર્ષનો રેકોર્ડ તોડતા 9 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 10 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાકમાં 2થી 3 તાપમાન નીચું જશે.
હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા પવન ફુંકાશે. તેમજ આગામી 24 કલાક દરમિયાન 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે જેના કારણે ઠંડી વધારે લાગશે.
દિલ્હીમાં ઠંડીએ છેલ્લા વીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગે દિલ્હી સહિત ઉત્તર ભારતના 6 રાજ્યોમાં ઠંડીના કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજ માટે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર માટે ‘રેડ કોડેડ’ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માઉન્ટ આબુમાં આજે માઈનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion