શોધખોળ કરો

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Weather: ગુજરાતમાં હાલ શિયાળે જમાવટ કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. આગામી દિવસો માટે પણ હવામાન વિભાગે ઠંડીનું એલર્ટ આપ્યું છે. જાણીએ વધુ અપડેટ્સ

Gujarat Weather Update: ગુજરાતના માટોભાગના જિલ્લામાં તાપમાન 10ની આસપાસ નોંધાયું છે. રાજ્યમાં તાપમાનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને 15 જાન્યુઆરીથી બે દિવસ તાપમાનનો પારો 2 ડિગ્રી ઘટવાનું અનુમાન છે. જેથી ઠંડીનું આંશિક પ્રમાણ ઘટી શકે છે. જો કે 22 જાન્યુઆરીથી ફરી તાપમાનનો પારો ગગડતાં હાડ થીજાવતી ઠંડીનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રી સુધી ગગડે તેવો અનુમાન છે. તો જાણીએ વધુ ડિટેલ....

હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં જોરદાર ઠંડી પડી રહી છે. તો આવનાર દિવસોમાં તાપમાનનો પારો ઉપર જશે કે હજુ ગગડશે? રાજ્યમાં આગામી દિવસોમાં કેવી ઠંડી પડશે? તેના વિશે વાત કરીએ તો ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. કારણ કે,આજે અને કાલે  તાપમાન એકથી 2 ડિગ્રી વધી શકે છે. જો કે 16 જાન્યુઆરી બાદ ફરી રાજ્યમાં ઠંડી વઘી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્ર, કચ્છ, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ઠંડી વધુ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 16 બાદ ઠંડીનું જોર યથાવત રહેશે. ખાસ કરીને 22 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે કારણ કે, આ સમય દરમિયાન તાપમાન ખૂબ નીચું જઇ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન જઇ શકે છે. કચ્છની વાત કરીએ તો, આગામી 22 જાન્યુઆરીથી કચ્છમાં તાપમાનનો પારો ગગડતાં 10 ડિગ્રી સુધી નીચે તાપમાન જઇ શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં પણ 22 જાન્યુઆરી બાદ તાપમાન 10 ડિગ્રીની આસપાસ થઇ જશે.  હવામાન વિભાગની આગાહી મુજબ 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી દિવસના તાપમાનમાં પણ ધરખમ ધટાડો થતાં દિવસમાં પણ હાડ થીજાવતી ઠંડી પડી શકે છે. આ દિવસોમાં તાપમાનનો પારો ગગડવાની સાથે સૌરાષ્ટ્રમાં પવનની ગતિ પણ વધી શકે છે. 22 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.  હવામાનના  અનુમાન મુજબ  30 જાન્યુઆરી બાદ  મોટુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. જેની અસરથી ગુજરાતના હવામાનમાં ફેરફાર થઇ શકે છે. 

આજે અમરેલીમાં નલિયા કરતા પણ વધુ ઠંડી  રહી છે. 6 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.  રાજોટમાં પણ 8.4 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું.  સુસવાટા મારતા પવનોના કારણે  ઠંડી વધી રહી છે  ડીસામાં 9.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. 
અમદાવાદમાં 11.5 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 10 ડિગ્રી, ભાવનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Embed widget