BY Election:વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- APPનું ગઠબંધન, આ બેઠક પરથી ઇસુદાન ગઢવી લડે તેવી શક્યતા
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. આ 4 બેઠક પર બંને પક્ષ મળીને ઉમેદવાર માટે નિર્ણય લેશે
![BY Election:વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- APPનું ગઠબંધન, આ બેઠક પરથી ઇસુદાન ગઢવી લડે તેવી શક્યતા Congress-APP alliance in Assembly by-election, Isudan Gadhvi likely to contest from this seat BY Election:વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- APPનું ગઠબંધન, આ બેઠક પરથી ઇસુદાન ગઢવી લડે તેવી શક્યતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/e2f997e9d71ec040b2f91e58756bf61e170875293203981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BY Election: વિધાનસભાની ખાલી પડેલી ચાર બેઠક માટે પેટા ચૂંટણીને લઇને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. આ બેઠક માટે આમ આદમી પાર્ટી અને કોગ્રેસે ગઠબંધન જાહેર કર્યું છે. એટલે ચાર બેઠક પર બંને પક્ષ સંયુક્ત રીતે ચૂંટણી લડશે. કોંગ્રેસે વિસાવદરની સીટ આમ આદમી પાર્ટી માટે છોડી છે એટલે કે અહીંથી કોંગ્રેસનો કોઇ ઉમેદવાર ચૂંટણી નહિ લડે અને આ બેઠક પર ઇસુદાન ગઢવી મેદાને ઉતરે તેવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે.
વિસાવદર ઉપરાંત વિજાપુર, ખંભાત, વાઘોડીયા પર પણ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે અહીં AAP તેમના કોઇ ઉમેદવાર મેદાન નહિ ઉતરે એટલે આ ત્રણેય બેઠક પર કોગ્રેસ ચૂંટણી લડશે. વિજાપુર, ખંભાત, વાઘોડીયા પર AAP તેમના ઉમેદવારને નહિ ઉતારે. વિજાપુર બેઠકથી સી.જે.ચાવડા ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે તો વાઘોડીયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપની ટિકિટ પર ચૂંટણી લડે તેવી ચર્ચા છે. ખંભાતથી ચિરાગ પટેલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.
આ ત્રણ બેઠક પર કોગ્રેસ ક્યાં ઉમેદવારને ઉતારશે તે મુદે સત્તાવાર કોઇ જાહેરાત નથી થઇ. થોડા સમયમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન અંગેની જાહેરાત કરતા ગુજરાત સહિત ચાર રાજ્યોની બેઠકોની વહેચણીનું પણ એલાન કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે પ્રેસ કોન્ફરન્સમાં
દિલ્લી, હરિયાણા, ચંદીગઢ, ગોવાની બેઠકોની વહેચણીનું એલાન થઇ શકે છે. AAP તરફથી સંદીપ પાઠક, સૌરભ ભારદ્વાજ, આતિશી હાજર રહેશે. કૉંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, અરવિંદસિંહ લવલી ઉપસ્થિત રહેશે.
લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ગુજરાતમાં 24 બેઠક પર કૉંગ્રેસ ચૂંટણી લડશે અને બે બેઠક પર AAP ચૂંટણી લડે તેવા સંકેત મળી રહ્યાં છે જ્યારે ભરૂચ અને ભાવનગર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ન લડે તેવી શક્યતાએ પણ જોર પકડ્યું છે. ભરૂચ અને ભાવનગર AAP માટે કૉંગ્રેસ ખાલી રાખી શકે છે. ભરૂચ બેઠક માટે ચૈતર વસાવા ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બને તેવું પણ ચર્ચાઇ રહ્યું છે. તો ભાનગર બેઠક માટે ઉમેશ મકવાણા ઈન્ડિયા ગઠબંધનથી લડી શકે છે. પંજાબમાં AAP-કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન ની શક્યાતા નકારી શકાય જ્યારે ચંદીગઢની બેઠક AAP કૉંગ્રેસ માટે છોડશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)