પ્રભારી ડો. રઘુ શર્માની મોટી જાહેરાતઃ ગુજરાતમાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યોનાં પત્તાં કાપીને ટિકિટ નહીં અપાય ? બીજા કોને પણ ટિકિટ નહીં મળે ?
ગુજરાતમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ મોટી જાહેરાત કરી છે. ડો. રઘુ શર્માએ એલાન કર્યું છે કે, જાણીએ ટિકિટ મુદ્દે શું કરી મોટી જાહેરાત
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ મોટી જાહેરાત કરી છે. ડો. રઘુ શર્માએ એલાન કર્યું છે કે, ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખો ચૂંટણી નહિ લડી શકે. ડો. શર્માએ કહ્યું કે, હાલના ધારાસભ્યો પૈકી તમામને ટિકિટ મળી જશે તેવું નથી અને જે ધારાસભ્યો જીતી શકે તેમ હશે તેમને જ રિપીટ કરવામાં આવશે.
શર્માએ જાહેરાત કરી કે, કોંગ્રેસ જીતી શકે એવા ઉમેદવારો પર જ ધ્યાન કેન્દ્રિત કરશે અને જીતી ના શકે એવા ધારાસભ્યોનાં પત્તાં કપાશેય કોંગ્રેસના સંગઠન અંગે પ્રભારી ડો. રઘુ શર્માએ કહ્યું કે, આ મહિનાના અંતમાં કોંગ્રેસનું સંગઠન માળખું જાહેર થઈ જશે અને નવા હોદ્દેદારો નિમી દેવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્મા શનિવારે સવારે 6 વાગે સાબરમતી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રધુ શર્મા આજે 11.30 વાગે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં આદિવાસી વિસ્તારની બેઠકો જીતવા થયેલા માટે થયેલા આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરવાની છે તથા હાલમાં કોવિડ ન્યાય યાત્રાનો બીજો તબક્કો ચાલી રહ્યો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરતમાંકોંગ્રેસના જિલ્લા અને તાલુકાના સંગઠન માળખાને આખરી ઓપ આપવામાં આવશે.આ ઉપરાંત પ્રદેશના માળખા માટે નક્કી થયેલા નામો અંગે ચર્ચાને તેને આખરી ઓપ આપવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં કોંગ્રેસનું સંગઠન ક્યાં મુદ્દા પર દેખાવો કરશે તેની વ્યૂહરચના નક્કી કરીને કોંગ્રેસે રોડ પર ઉતારવા માટે તૈયાર કરેલા આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ પ્રભારી રઘઉ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર મહેસાણા જવા રવાના થશે.ડો. રઘુ શર્મા સંગઠનમાં જેમને સ્થાન આપવામાં આવશે એવા કેટલાક નેતાઓને પણ શનિવારે અને રવિવારે મળે એવી શક્યતા છે.
પાકિસ્તાનના 49 વર્ષના સાંસદે 18 વર્ષની સ્કૂલમાં ભણતી છોકરી સાથે નિકાહ પઢ્યાં, એક્ટ્રેસને તલ્લાક આપીને તરત લગ્ન કરી લીધાં...
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈસ્લામ (PTI)ના સાંસદ આમિર લિયાકત હુસૈને 31 વર્ષ નાની વિદ્યાર્થીની સાથે ત્રીજા લગ્ન કરતાં પાકિસ્તાનમાં ચર્ચાનો મુદ્દો બની ગયા છે.આમિરની બીજી પત્ની સાથેના તલાક બુધવારે જ થયા હતા. તલ્લાકને 24 કલાક પણ પૂરા થયા ન હતા ને લિયાકત હુસૈને પોતાની ત્રીજી વાર નિકાહ કરીને પોતાની શરીક-એ-હયાત એટલે કે પત્નીનો પરિચય દુનિયાને કરાવી દીધો.
પાકિસ્તાની સાંસદ લિયાકત આમિરે 18 વર્ષની યુવતી સઈદા દાનિયા શાહ સાથે નિકાહ કર્યા છે. બુધવારે જ આમીરના બીજી પત્ની અને પાકિસ્તાની અભિનેત્રી સૈયદા તૂબા આમિર સાથે તલાક થયા હતાં. તે જ દિવસે તેમણે ત્રીજાં લગ્ન કરી લીધાં હતાં.દાનિયા અંગે 'ધ એક્સપ્રેસ ટિબ્યૂન'માં લખાયું છે કે, દાનિયા ગુરુવારે જ 18 વર્ષની થઈ છે. કેટલાંક મીડિયા રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે દાનિયા હજુ સ્કૂલમાં જ ભણી રહી છે અને લિયાકત 49 વર્ષના છે. આમિરની ત્રીજી પત્ની અને તેમની ઉંમર વચ્ચેના અંતરને કારણે પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની કોમેન્ટ અને મીમ શેર કરી મજા લઈ રહ્યાં છે.
આમિરની પુત્રી દુઆ આમિર 20 વર્ષની છે. આ લગ્ન અંગે નારાજગી વ્યક્ત કરતાં દુઆ આમિરે પોતાની ઈન્સ્ટાગ્રામ એક પોસ્ટ કરતા લખ્યું કે, 'પ્લીઝ, મારા પરિવારને કારણે મારા પર કોમેન્ટ કરીને પોસ્ટમાં મારો ઉલ્લેખ કરવાનું બંધ કરે. આ એકાઉન્ટ મારા આર્ટ વર્ક માટે છે. તમે મારી વાત સાથે સહમત થઈને તેને માન ન આપી શકતા હો તો તમે મને અનફોલો કરી શકો છો.
આમિરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, વઝીર-એ-આઝમ જનાબ ઈમરાન ખાન સાહેબે મને ફોન કર્યો અને નિકાહ માટે અભિનંદન આપ્યા છે. હું તેમનો આભારી છું. મારા લગ્ન જે લોકોને નથી ગમ્યાં તેમને હું ફક્ત એટલું જ કહીશ કે, દુનિયા જલે તો જલે.