શોધખોળ કરો

કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં સક્રિય થવાના આપ્યા સંકેત, જાણો મહત્વના સમાચાર

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે.  ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પિતા માધવસિંહ સોલંકીની જન્મ જયંતીએ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે.

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે.  ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પિતા માધવસિંહ સોલંકીની જન્મ જયંતીએ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે.  ભરતસિંહે આગામી દિવસોમાં માધવસિંહના વિચારો સાથે આગળ વધવાની  વાત કરી છે. છેલ્લા થોડા સમયથી ભરતસિંહ સક્રિય રાજકારણથી દૂર છે.  સ્વ. માધવસિંહની જન્મ જયંતીએ પુષ્પાંજલિ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું છે. 

વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ માટે સારા સમાચાર છે.  ભરતસિંહ સોલંકીનો રાજકીય વનવાસ પૂર્ણ થયો હોવાના એંધાણ મળી રહ્યા છે. ભરતસિંહે  પત્ની સાથેના વિવાદ બાદ  સક્રિય રાજકારણમાંથી  બ્રેક લેવાની જાહેરાત કરી હતી.  આજે માધવસિંહ સોલંકીની જન્મતિથિએ ભરતસિંહનો રાજકારણમાં સક્રિય થવાનો ઈશારો કર્યો છે. 

શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે કે નહીં ?

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના જન્મદિવસ નિમિત્તે આજે આણંદના બોરસદમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ હાજરી આપી હતી. તો ભરતસિંહ સોલંકીએ કાર્યક્રમ દરમિયાન એવું નિવેદન કર્યું હતું કે માધવસિંહ સોલંકીના સકારાત્મક વિચારોને લઈ અને આગામી દિવસોમાં આપણે સૌ આગળ વધીશું.  

માનવામાં આવી રહ્યું છે કે ભરતસિંહ સોલંકી જે થોડા સમયથી રાજકીય રીતે નિષ્ક્રિય થઈ ગયા છે તે આગામી સમયમાં સક્રિય થશે તેવા એંધાણ તેમના નિવેદનથી તેમને આપ્યા છે. 

બીજી તરફ ડો.રઘુ શર્મા કે જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી છે,  તેમનું કહેવું છે કે ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના મોટા નેતા છે અને તેમણે સક્રિય થવું જોઈએ જો કે તેમને એમ પણ કહ્યું હતું કે અમે ક્યારેય તેમને નિષ્ક્રિય થવાનું કહ્યું નથી.

તો ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય થયા છે. શંકરસિંહ વાઘેલાએ શરત મૂકી છે કે જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવાવનું વચન આપે તો કોંગ્રેસમાં જોડાશે.

શંકરસિંહ વાઘેલાએ જે શરત મૂકી છે કોંગ્રેસમાં સામેલ થવાની તે શરત અંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા ને કોંગ્રેસમાં આવવું હોય તો તે આવી શકે વાતચીત તો ચાલે છે પરંતુ કોંગ્રેસમાં ક્યારેય કોઈની શરતી એન્ટ્રી થતી નથી. કોંગ્રેસ પોતાની વિચારધારાને વળગી રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget