શોધખોળ કરો

Ambaji temple: ભાજપના શાસનમાં અંબાજી મંદિર સહિત અન્ય દેવસ્થાનોમાં ભ્રષ્ટાચાર, કોંગી નેતાએ જાણો શું આપી ચીમકી

અમદાવાદ: અંબાજી મંદિરના પ્રસાદના વિવાદ મુદ્દે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અંબાજી મંદિર એ લાખો કરોડો ભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર છે.

અમદાવાદ: અંબાજી મંદિરના પ્રસાદના વિવાદ મુદ્દે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અંબાજી મંદિર એ લાખો કરોડો ભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર છે. ભાજપના શાસનમાં અંબાજી મંદિર સહિતના અન્ય દેવસ્થાનોમાં ભષ્ટાચારો થયા છે. અંબાજી મંદિરમાં 6 દાયકાથી ભક્તોજનો આસ્થાથી પ્રસાદ લઈ રહ્યા છે. આ પ્રસાદ અંબાજી દેવસ્થાન ટ્ર્સ્ટ પૈસાથી વહેચે છે. છતા પણ 6-8 મહિના પહેલા મોહનથાળના પ્રસાદ સાથે ચિક્કીનો પ્રસાદ બિનપરંપરાગત વહેચવાનુ શરુ કર્યું. મોહનથાળનો પ્રસાદ વર્ષે 20 કરોડ રુપિયોનો વેચાય છે. જયારે ચિક્કીનો પ્રસાદ એક દોઢ કરોડ રુપિયાનો વેચાય છે.

ચિક્કીનો પ્રસાદ વધુ વેચાય એ માટે ઘણા ગતકડા કરવામાં આવ્યા. મોહનથાળના પ્રસાદની કાઉન્ટરની બાજુમાં જ ચિકીના પ્રસાદનુ કાઉન્ટર રાખવામાં આવ્યુ છે. ચિક્કીના કાઉન્ટરમાં એવી વ્યવસ્થા આપવામાં આવી છે કે પૈસા નાખો એટલે સિધો જ પ્રસાદ મળી જાય. જ્યારે મોહનથાળના પ્રસાદ કાઉન્ટરમાં પૈસા ભરવાના અને બીજી જગ્યાએ પ્રસાદ લેવા જવાનું થાય. આટલા બધા ગતાકડા કરવા છતા પણ ભાવિકજનોની આસ્થા મોહનથાળના પ્રસાદમાં યથાવત રહી. મોહનથાળના પ્રસાદના કારણે ચિક્કીના પ્રસાદમાં કમાણી નહી થાય એટલે કલેક્ટરે મોહનથાળના પ્રસાદને બંધ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય કરોડો ભાવિકજનોની આસ્થા પર વ્રજઘાત સમાન છે. જો મોહનથાળનો પ્રસાદ ચાલું કરવામાં નહી આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

 અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા ભક્તોમાં રોષ

શક્તિપીઠ અંબાજી મંદિરની ઓળખ એવા મોહનથાળ પ્રસાદને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગઈકાલથીથી બંધ કરાયો છે. મોહનથાળના પ્રસાદની જગ્યાએ હવે માઈ ભક્તોને ચીકી મળશે પરંતુ પ્રસાદ બંધ કરવાની લઈને માઇ ભક્તોમાં આક્રોશ છે જ્યારે પ્રસાદ સાથે સંકળાયેલા શ્રમિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રનું માનવું છે કે અનેક ભક્તોની રજૂઆત હતી કે સૂકો પ્રસાદ અંબાજી મંદિરમાંથી મળે જેને લઇને ચીકીના પ્રસાદની શરૂઆત કરાઈ છે.

અંબાજીનો પ્રસાદ અને મા અંબા ભક્તોના હૃદયમાં એકબીજા સાથે સંકળાયેલા છે. મોહનથાળનો પ્રસાદ એટલે અંબાજી અને અંબાજી એટલે મોહનથાળનો પ્રસાદ. ગુજરાત ભરમાથી અને દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ શક્તિપીઠ અંબાજી માં અંબાના દર્શને આવતા હોય છે અને અચૂક મોહનથાળનો પ્રસાદ લઈ જતા હોય છે પરંતુ આજથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જવાથી ભક્તોને નિરાશા મળી હતી અને સાથે સાથે આક્રોશ પણ હતો. છેલ્લા 40 અથવા 50 વર્ષથી આવતા માઈ ભક્તો ક્યારેય માં અંબાનો પ્રસાદ લેવાનું ચૂક્યા નથી અને આજે આ પ્રસાદ ન મળતા નિરાશા વ્યાપી હતી. ભક્તોનો આક્રોશ છે કે અંબાજી મંદિરમાં ચીકીનો પ્રસાદ બંધ કરી અને મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવે.

છેલ્લા કેટલાય વર્ષોથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બને છે અને તેની સાથે અનેક શ્રમિકો પણ જોડાયેલા છે. જોકે આ શ્રમિકો પ્રસાદ બનાવવાના કામમાં વર્ષોથી જોડાયેલા છે અને જેને લઈને તેમનું ગુજરાન પણ ચાલતું હતું. આજે આ પ્રસાદ બંધ થઈ જવાથી શ્રમિકો પણ બેકાર થયા છે અને તેમની રોજી રોટી પણ છીનવાઈ ગઈ છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનું માનવું છે કે માં અંબાના ભક્તો ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ફેલાયેલા છે અને તેઓ માં અંબા ના દર્શન કરવા આવે છે એટલે આ માઈ ભક્તો પ્રસાદ લઈ શકે અને આ પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકે તે હેતુથી ચીકીનો સુકો પ્રસાદ અંબાજી મંદિરમાં આપવાની શરૂઆત કરાઈ છે. ચીકીનો પ્રસાદ બે અથવા ત્રણ માસ સુધી બગડતો નથી અને જેને કારણે કોઈ ભક્તને ઓનલાઇન પણ પ્રસાદ મંગાવું હોય તો મંગાવી શકે છે ત્યારે સોમનાથ, તિરૂપતિ જેવા મંદિરોમાં પણ સૂકા પ્રસાદનું ચલણ છે અને તેની માંગને કારણે જ આ નિર્ણય કરાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદનIsrael Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget