શોધખોળ કરો

સૌરાષ્ટ્રની કઈ પાલિકામાં બહુમતી હોવા છતા કોંગ્રેસને ગુમાવવી પડી સત્તા? કોણ બળવો કરીને બન્યું પ્રમુખ?

જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસમાંથી બળવો કરી ફોર્મ ભરનાર હંસાબેન સાકરીયા ચૂંટાયા છે. ભાજપના સાત સભ્યો અને બીએસપી ના બે સભ્યોના  ટેકાથી 10 મતો મળતા વિજેતા જાહેર કરાયા છે. ઉપપ્રમુખ તરીકે ભાજપના દેવાભાઈ પરમાર ચૂંટાયા છે.

જામનગરઃ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસને સફાયો થઈ ગયો છે. જોકે, અમુક તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં કોંગ્રેસને બહુમતી મળી છે. જોકે, એમાંથી પણ એક તાલુકા પંચાયત કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં જામનગરની જામજોધપુર તાલુકા પંચાયતમાં બહુમતી હોવા છતા કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. 

જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસમાંથી બળવો કરી ફોર્મ ભરનાર હંસાબેન સાકરીયા ચૂંટાયા છે. ભાજપના સાત સભ્યો અને બીએસપી ના બે સભ્યોના  ટેકાથી 10 મતો મળતા વિજેતા જાહેર કરાયા છે. ઉપપ્રમુખ તરીકે ભાજપના દેવાભાઈ પરમાર ચૂંટાયા છે. જામજોધપુર તાલુકા પંચાયતમાં કુલ 18 સીટો છે, જેમાંથી કોંગ્રેસને 9 સીટો, ભાજપને 7 અને BSPનો 2 સીટો ઉપર વિજય થયો હતો. કોંગ્રેસના મંડાસણ સીટના વિજેતા ઉમેદવારે બળવો કરતા કોંગેસના હાથમાંથી તાલુકા પંચાયત ગઈ છે. 

વાંકાનેર પાલિકામાં ભાજપમાં બળવો થતાં ગુમાવી સત્તા

વાંકાનેર પાલિકાની આજે સામાન્ય સભા મળે તે પહેલા જ ભાજપમાં ખુલ્લો બળવો થયો છે. સામાન્ય સભામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત થશે, તે પહેલા બળવો થયો હતો. સભા શરૂ થાય તે પહેલાં 16 સભ્યોને ભાજપના મેન્ડેડ આપવામાં આવ્યા હતા. પરંતુ 24માંથી 16 સભ્યોએ ભાજપનું મેન્ડેડ સ્વીકાર્યું નહોતું. તેમજ પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત થાય તે પહેલાં રાજીનામાં પડ્યા હતા. 

પાલિકાના ચૂંટાયેલા ભાજપના 16 સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા. સર્વ સંમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખના નામ નક્કી કરવામાં આવેલ, પરંતુ પક્ષ દ્વારા જે નામ જાહેર કરવામાં આવે તેને પ્રમુખ-ઉપપ્રમુખ બનાવવામાં આવશે તેમ કહી નામ જાહેર નહીં કરતા સભ્યો નારાજ થયા હતા. ભાજપના ચૂંટાયેલા 24 સભ્યોમાંથી 16 સભ્યોએ રાજીનામા આપ્યા છે. 

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. જિલ્લા પ્રમુખે પોતાને આવો કોઈ પત્ર મળ્યો હોવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે વાંકાનેર શહેર પ્રમુખનો કોન્ટેકટ કરવાનો પ્રયાસ કર્યો પણ તેમનો ફોન બંધ આવી રહ્યો છે.
વાંકાનેર પાલિકામાં આજે નવા જુનીના એંધાણ છે. ભાજપને બહુમતી આવી હોવા છતાં પાલિકા ગુમાવે તેવી શક્યતા છે. હાલ બંધ બારણે ચૂંટણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, વાંકાનેર પાલિકામાં ભાજપના 24 અને બેસપીના 4 સભ્યો છે. જોકે, હવે 16 સભ્યોએ રાજીનામા ધરી દેતા 8 જ ભાજપના સભ્યો રહ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget