(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?
Gujarat Congress | અમરેલી ખાતે મળેલી બેઠકમાં પ્રતાપ દુધાત દ્વારા સ્માર્ટ મીટર સામેની લડાઈની જાહેરાત કરી હતી. આ સાથે નીલેશ કુંભાણી પરનો પલટવાર નવો વળાંક સર્જે તો નવાઈ નહીં. અમરેલી ખાતે મળેલી ઈંડીયા ગઠબંધન ની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જાહેર જીવન માં કોઈ ને મારી નાંખવાની વાત નો હોય માઈ નો લાલ હાથ અડાશે કે નહિ એ સુરત ની જનતા છે સુરતના નીલેશ કુંભાણી પર પલટવાર કર્યો હતો.. અને જણાવ્યું હતું કે મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ.. છુપાઈ ને નહી.
શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, લોકશાહીમાં લોકોનો અવાજ સાંભળવો જોઈએ.કેટલાક અંધ ભક્તોને કારણે ભાજપના અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે.ધારાસભ્યો પત્રો લખે છે લોકો પાસેથી મત લઈને તેમને જ કોયડા મારવાના? અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લઈને લોકોને લૂંટવાના. સ્માર્ટ મીટર ના નામે પણ જે કરે છે તે ભાજપનો જનતા પર બોજો છે.