(Source: ECI/ABP News/ABP Majha)
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
Blue Origin flight: ભારતીય પાયલોટ કેપ્ટન ગોપી થોટાકુરાએ ઈતિહાસ રચ્યો છે. તે બ્લુ ઓરિજિનના NS-25 મિશન સાથે અવકાશમાં યાત્રા કરવાની સીદ્ધી મેળવી ચૂક્યા છે. તેની સાથે વધુ પાંચ ક્રૂ મેમ્બરોએ પણ ઉડાન ભરી.
Blue Origin flight: ભારતીય પાયલોટ કેપ્ટન ગોપી થોટાકુરાએ ઈતિહાસ રચ્યો છે. તે બ્લુ ઓરિજિનના NS-25 મિશન સાથે અવકાશમાં યાત્રા કરવાની સીદ્ધી મેળવી ચૂક્યા છે. તેની સાથે વધુ પાંચ ક્રૂ મેમ્બરોએ પણ ઉડાન ભરી. 'ન્યૂ શેફર્ડ'ની સાતમી માનવ ઉડાનમાં, ગોપી પૃથ્વીના વાતાવરણ અને બાહ્ય અવકાશને અલગ કરતી 'કર્મન રેખા'થી આગળ જશે અને પછી પૃથ્વી પર પાછા આવશે.
Gopi Thotakura is a lifelong pilot and aviator who learned how to fly before he could drive. He flies jets commercially, in addition to piloting bush, aerobatic, and seaplanes. He’s also the co-founder of Preserve Life Corp, a global center for holistic wellness and applied… pic.twitter.com/of2nzsPvEd
— Blue Origin (@blueorigin) May 19, 2024
સપ્ટેમ્બર 2022 માં રોકેટ અકસ્માત બાદ પોતાના અવકાશ પ્રવાસન કામગીરીને અટકાવ્યા પછી બ્લુ ઓરિજિનનો ન્યૂ શેપર્ડ બે વર્ષમાં પ્રથમ વખત રવિવારે આકાશની ઉડાન ભરી. આ મિશન ન્યૂ શેપર્ડ પ્રોગ્રામ માટે માનવસહિત સાતમી અને તેના ઈતિહાસમાં 25મી ફ્લાઇટ છે.
LAUNCH! Blue Origin New Shepard launches on a suborbital mission to the edge of space with six crew.
— Chris Bergin - NSF (@NASASpaceflight) May 19, 2024
Overview: https://t.co/cEpcJaMleF
Official livestream:https://t.co/YBtZZWj32F pic.twitter.com/OkxHvJy4NA
એમેઝોનના માલિક જેફ બેઝોસની અન્ય કંપની બ્લુ ઓરિજિનની ફ્લાઇટ બે વર્ષના વિરામ બાદ અવકાશમાં ઉપડી હતી. સપ્ટેમ્બર 2022 માં NS-22 મિશનની નિષ્ફળતા પછી, બ્લુ ઓરિજિનને તેની ટેક્નોલોજી સુધારવા માટે બે વર્ષ રાહ જોવી પડી. પરંતુ હવે બ્લુ ઓરિજિનનું NS-25 19 મે (ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે) અવકાશ તરફ ઉડાન ભરી હતી. આ ફ્લાઇટની ખાસ વાત એ છે કે ગોપી થોટાકુરા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય 'સ્પેસ ટુરિસ્ટ' બન્યા છે.
ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક અને પાયલોટ ગોપીચંદ થોટાકુરા જેફ બેઝોસના બ્લુ ઓરિજિન ન્યૂ શેપર્ડ-25 (NS-25) મિશન માટે પસંદ કરાયેલા છ ક્રૂ સભ્યોમાં સામેલ છે. ક્રૂમાં ભૂતપૂર્વ એરફોર્સ કેપ્ટન એડ ડ્વાઇટ, યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ અશ્વેત અવકાશયાત્રી ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. વેસ્ટ ટેક્સાસમાં લૉન્ચ સાઇટ વન બેઝથી શરૂ કરાયેલી કંપનીએ ફ્લાઇટની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી.
કોણ છે ગોપી થોટાકુરા?
બ્લુ ઓરિજિનની અખબારી યાદી મુજબ, થોટાકુરા, યુ.એસ.માં એમ્બ્રી-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીના સ્નાતક, વ્યાવસાયિક રીતે જેટ ઉડાવે છે. ગોપી એક પાઇલટ અને એવિએટર છે જેણે ગાડી ચલાવતા પહેલા ઉડવાનું શીખી લીધું હતું. તેઓ પ્રિઝર્વ લાઇફ કોર્પના સહ-સ્થાપક પણ છે. કંપની હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સ્થિત સર્વગ્રાહી સુખાકારી અને વર્તણૂકીય સ્વાસ્થ્ય માટેનું વૈશ્વિક કેન્દ્ર છે. ગોપી બુશ, એરોબેટિક અને સી પ્લેન તેમજ ગ્લાઈડર અને હોટ એર બલૂનના પાઈલટ છે. તેણે આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાઈલટ તરીકે કામ કર્યું છે. થોડા સમય પહેલા તેઓ કિલીમંજારો પર્વતના શિખર પર પહોંચ્યા હતા.