શોધખોળ કરો

Gujarat weather: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી, અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તો આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે.

અમદાવાદ: ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તો આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. એવામાં હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે  કે, હજુ પાંચ દિવસ ગુજરાતમાં  ગરમીનો પ્રકોપ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ (Orance Alert)જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે, 23 મે સુધી કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આજે રાજ્યના પાંચ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદ, ગાંધીનગર,  રાજકોટ, સુરેન્દ્રનગર અને ડીસામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

રાજ્યના સાત શહેરોમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. જેમાં કચ્છ, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ (Orance Alert) એલર્ટ અપાયું છે. તો કચ્છ,રાજકોટ,પોરબંદર,ભાવનગરમાં ઓરેન્જ (Orance Alert) એલર્ટ અપાયું છે. સુરેન્દ્રનગર,અમરેલીમાં ગરમી (Heat)નું યલો (Yellow Alert) એલર્ટ અપાયું છે. તાપમાન (Weather)નો પારો એકથી બે ડિગ્રી વધી શકે છે. અમદાવાદ,ગાંધીનગરમાં પાંચ દિવસ 45 ડિગ્રી સુધી તાપમાન (Weather) રહેશે.

  1. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો

રિપોર્ટ અનુસાર, ઉનાળામાં મોડી રાત સુધી ફરવાથી વધુ પડતો પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે, ડીહાઈડ્રેશનથી બચવા માટે ઓછામાં ઓછું 2-3 લીટર પાણી પીવું જોઈએ. દિવસના તમારા આહારમાં પુષ્કળ ફળો અને શાકભાજીનું સેવન કરો

  1. બહાર જવાનું ટાળો

જો તમારે હીટ વેવથી બચવું હોય તો ઘરની બહાર ન નીકળો. જો તમારા ઘરમાં કુલર, એસી ન હોય તો જાડા પડદા રાખો. આમ કરીને પણ તમે ખુદને લૂ થી બચાવી શકો છો.

  1. તડકાથી બચવાની કોશિશ કરો

ઉનાળામાં દિવસ દરમિયાન ઘણીવાર લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બને છે. જો કોઈ અગત્યનું કામ ન હોય તો ઘરની બહાર ન નીકળો. જો ઘરની બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો જૂના કપડાં અને જાડા કપડા જ બહાર કાઢો.

  1. ખાલી પેટ ઘરની બહાર ન નીકળો

જો બહાર ઉનાળામાં લૂ ફૂંકાતી હોય તો ક્યારેક ખાલી પેટે ઘરની બહાર ન નીકળવું જોઈએ. ખાલી પેટે બહાર નીકળવાથી તમારું શરીર ગરમીના પ્રારંભિક તબક્કામાં ઝડપથી બહાર આવે છે. જેના કારણે તમને ચક્કર આવી શકે છે અને ઝાડા થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget