શોધખોળ કરો
Photos: બોટાદમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, કરા સાથે ધોધમાર વરસાદ, જુઓ તસવીરો
Botad Rain Photos: આજે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી,અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

બોટાદ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા
1/6

Botad Rain Photos: આજે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી,અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
2/6

બોટાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બરવાળા તેમજ બોટાદ તાલુકામાં વરસાદ વરસ્યો છે.
3/6

હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરી વચ્ચે બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદ પડ્યો છે.
4/6

બોટાદ શહેરના પાળીયાદ રોડ, સ્ટેશન રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ તમામ વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.
5/6

બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર કમોસમી વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. પ્રથમ વરસાદ બાદ કરા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. કરા
6/6

કરા સાથે ધોધમાર વરસાદ પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. બોટાદ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના શહેરી વિસ્તાર તેમજ આસપાસમાં પણ વાતાવરણના પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે.
Published at : 13 May 2024 04:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
