11 વખત ધારાસભ્ય બનેલા કોંગ્રેસના આ નેતાએ 2022માં ચૂંટણી ન લડવાની કરી જાહેરાત, જાણો કોણ છે આ ધારાસભ્ય
મોહનસિંહ રાઠવા સૌથી વધુ વાર ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે.
કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 ન લડવાની જાહેરાત કરી છે. છોટા ઉદેપુર વિધાનસભા બેઠક - 182 પરથી છેલ્લી 11 ટર્મથી એટલે કે 1972થી અત્યાર સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા મોહનસિંહ રાઠવાએ આગામી વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. મોહનસિંહ રાઠવા સૌથી વધુ વાર ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે.
આ અંગે એબીપી અસ્મિતા સાથેની વાતચીત દરમિયાન મોહનસિંહ રાઠવાએ કહ્યું કે 55 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું. મારી લાગણી એવી છે કે ગુજરાતના યુવાનો રાજકારણમાં આવે. જે લોકો વર્ષોથી વિધાનસભાના સભ્ય તરીકે રહ્યાં હોય એમણે રાજીખુશીથી યુવાનોને આગળ લાવવા જોઈએ.
280 કરોડના હેરોઇનનું દિલ્લી બાદ યુપી કનેક્શન નીકળ્યું
કચ્છના જખૌમાંથી પકડાયેલા 280 કરોડના હેરોઇનનું દિલ્લી બાદ યુપી કનેક્શન નીકળ્યું છે. જખૌની દરિયાઈ સીમાંથી પકડાયેલ 280 કરોડના હેરોઇન કેસમાં દિલ્હી NCB અને ATSના સંયુક્ત ઓપરેશનમાં દિલ્લીથી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.જેમાં મુઝફરનગરની એક ફેક્ટરીમાંથી 35 કિલો ડ્રગ્સ મળી આવ્યું.જે મામલે દિલ્લી NCB એક ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.અન્ય બે આરોપીને ગુજરાત ATS ભુજ કોર્ટમાં લાવી રિમાન્ડ મેળવ્યા છે.
ગુજરાત ATSની ગિરફતમાં રહેલ પાકિસ્તાનીઓ અલહજલ બોટમાં 280 કરોડનું હેરોઇન જથ્થો લઈ આવ્યા હતા.જે હેરોઇનનો જથ્થો પાકિસ્તાની કરાચી ડ્રગ્સ માફિયા મુસ્તુફાએ મોકલ્યો હતો. જે દરિયાઈ સીમામાંથી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો ઉતારી બાય રોડ દિલ્લી મોકલવાના હતા.હેરોઇનો જથ્થો દિલ્હીનો હૈદર રાજી રિસીવ કરવાનો હતો.જેથી ગુજરાત ATS અને દિલ્હી NCB સંયુક્ત ઓપરેશનથી હૈદર રાજીની મુઝફરનગરમાં આવેલી ફેક્ટરીમાં દરોડા પાડી 35 કિલો ડ્રગ્સ પકડયું.
કોંગ્રેસ ધડ માથા વગર આક્ષેપબાજી કરે છે : વિજય રૂપાણી
ગઈ કાલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ વિજય રૂપાણી પર જમીન કૌભાંડના આક્ષેપ લગાવ્યા હતા. ત્યારે આજે રૂપાણીએ પત્રકાર પરીષદ ગણાવીને મોઢવાડિયાના આક્ષેપો ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, ગઈ કાલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ સુરતમાં રિઝર્વ પ્લોટ અંગે મારા પર આક્ષેપો કરેલ. એમની વાતને કોઈ મીડિયાએ હાઈક આપી નહિ. કારણ કે એ વાત સત્ય થી વેગળી હતી. કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે. એટલા માટે જ કોંગ્રેસ ધડ માથા વગર આક્ષેપ બાજી કરે છે.