Controversy : 'શિવજીએ કીધું, પ્રબોધસ્વામીના દર્શન મને થાય એવા પૂણ્ય હજુ મારા જાગ્રત નથી થયા, શિવજી નીશિતભાઈના ચરણ સ્પર્શ કરી જતા રહ્યા'
પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ આ અંગે માફી માંગી છે. અમેરિકામાં શિબિર માં પ્રવચન દરમ્યાન શિવ ભગવાનને લઈને વિવાદાસ્પદ શબ્દો ઉચ્ચાર્યા હતા.
આણંદઃ મૂળ સોખડાથી જુદા પડેલ પ્રબોધ સ્વામી નાં વાણી વિલાસને કારણે વિવાદ સર્જાયો છે. હાલ સોખડાથી જુદા પડેલ પ્રબોધ સ્વામી અમેરિકાનાં બોસ્ટન શહેરમાં સત્સંગ પ્રચાર અર્થે ગયા છે. પ્રબોધ સ્વામી જૂથનાં સાધુ આનંદ સાગર સ્વામીએ અમેરિકાનાં બોસ્ટન શહેરમાં પ્રબોધ સ્વામીનાં સન્માન માં યોજાયેલ સત્સંગ સભામાં ગુરુહરી પ્રાગટ્ય પર્વે કાર્યક્ર્મમાં વાણી વિલાસ કર્યો હતો.
સત્સંગ સભામાં આનંદ સાગર સ્વામીએ આણંદ જિલ્લાનાં કરમસદ વિદ્યાનગર ખાતે આવેલા સોખડા સંસ્થા સંચાલિત આત્મીય ધામમાં રહી અભ્યાસ કરતા મૂળ કચ્છનાં વિધાર્થી નીશીતને પ્રબોધ સ્વામીએ રાત્રીનાં સમયે આજ્ઞા કરી આત્મિય ધામનાં દરવાજા પાસે જા . નીશીત પ્રબોધવામીની સૂચના મુજબ દરવાજા પાસે ગયો જ્યાં ભગવાન શંકરનાં નીશીતને દર્શન થયા.
આનંદ સાગર સ્વામીનાં અમેરિકા સ્થિત સત્સંગ સભાનાં વિડીયો મુજબ નીશીત એ શંકર ભગવાનને કહ્યું આપ પ્રબોધ સ્વામીને મળવા ચાલો. શંકર ભગવાને કહ્યું પ્રબોધ સ્વામીનાં દર્શન મારા ભાગ્યમાં નથી, તેમ શંકર ભગવાન કહી નીશીતને શંકર ભગવાન પગે લાગી જતા રહ્યાં. આનંદ સાગર સ્વામીનાં વાયરલ વિડીયો મુજબ શંકર ભગવાન કરતા પ્રબોધ સ્વામી મોટા છે તે અર્થ નીકળતા સમગ્ર ગૂજરાતમાં સનાતન ધર્મનાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.
અખિલ ભારત સંત સમાજ અને વડતાલ સત્સંગ સભાનાં પ્રમૂખ નૌતમ સ્વામીએ આનંદ સાગર સ્વામીનાં વાયરલ વિડીયોનું ખંડન કરી તેમની પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ આ અંગે માફી માંગી છે. અમેરિકામાં શિબિર માં પ્રવચન દરમ્યાન શિવ ભગવાનને લઈને વિવાદાસ્પદ શબ્દો ઉચ્ચાર્યા હતા. એક યુવકની લાગણીની વાતના ભાવ આપવાની કોશિશ કરી છે. મારી ભૂલ થઈ છે તમામ શિવ ભક્તોની માફી માંગુ છું. પ્રબોધ સ્વામીએ પણ મને કડક શબ્દોમાં સૂચન કર્યું છે. શિબિર દરમ્યાન મને મૌન અને 7 દિવસના ઉપવાસ આપ્યા છે. પ્રબોધ સ્વામીએ મને તેજ સમયે શિક્ષા આપી દીધી છે.