શોધખોળ કરો

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ચાર ગણો વધારો, એક્ટિવ કેસ 400ને પાર

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના કેસમાં ચાર ગણો વધારો થતા જ હવે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત ચોથાથી ત્રીજા ક્રમે આવ્યું છે.

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના કેસમાં ચાર ગણો વધારો થતા જ હવે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત ચોથાથી ત્રીજા ક્રમે આવ્યું છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 400ને પાર કરી ગયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 64 કેસ નોંધાયા હતા.

આ સાથે જ એક્ટિવ કેસનો આંક ગુજરાતમાં 461 પર પહોંચી ચૂક્યો છે. જોકે રાહતની વાત તો એ છે કે આ 461 પૈકી માત્ર 20 દર્દીએ જ હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે.  આ સિવાયના 441 દર્દીઓ ઘરે જ હોમ આઈસોલેશનમાં છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાના એકિટિવ કેસો અમદાવાદમાં છે. અમદાવાદમાં જ 261 એક્ટિવ કેસ છે. દેશની દ્રષ્ટિએ જોવા જઈએ તો 10 ટકા એક્ટિવ કેસ માત્ર ગુજરાતમાં છે. અસારવા સિવિલમાં મંગળવારના 37 વર્ષીય મહિલાને દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ હાલ સિવિલમાં કુલ ચાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં બે પુરૂષ, એક મહિલા અને એક આઠ માસની બાળકીનો સમાવેશ થાય છે.

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ફેલાવા લાગ્યો છે. COVID-19 ના લગભગ 4,000 એક્ટિવ કેસ વચ્ચે આરોગ્ય નિષ્ણાતોએ સોમવારે ખાતરી આપી હતી કે ગભરાવાની જરૂર નથી, કારણ કે ચેપની વર્તમાન લહેર હોસ્પિટલો પર વધુ ભારણ લાવે તેવી શક્યતા નથી. આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, 4026 એક્ટિવ COVID કેસ છે. 1 જાન્યુઆરી, 2025થી ઘણા રાજ્યોમાં મૃત્યુઆંક વધીને 37 થયો છે. દરમિયાન 2700 લોકોને રજા આપવામાં આવી હતી જે તેના ચેપ દરમાં સુધારો દર્શાવે છે.

ભારતમાં હાલમાં કયા વેરિઅન્ટ એક્ટિવ છે

આ નવી લહેર બે નવા કોરોનાવાયરસ વેરિઅન્ટ NB.1.8.1 અને LF.7 ને કારણે છે, જે ઓમિક્રોન JN.1 પ્રકારનું મ્યૂટેશન છે. આરોગ્ય મંત્રાલય હેઠળ રચાયેલા ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) ના ડેટા અનુસાર, બંને ભારતમાં મળી આવ્યા હતા. નોંધનીય છે કે અત્યાર સુધી સૌથી વધુ કેસ કેરળ (1,416 એક્ટિવ કેસ), મહારાષ્ટ્ર (494), દિલ્હી (393), ગુજરાત (397) અને પશ્ચિમ બંગાળ (372) માં નોંધાયા છે.                                                               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં મોટા ફેરફાર: વયમર્યાદા 40 થી વધારી 48 વર્ષ કરાઈ, જાણો અન્ય સુધારા
જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં મોટા ફેરફાર: વયમર્યાદા 40 થી વધારી 48 વર્ષ કરાઈ, જાણો અન્ય સુધારા
નવા પરિપત્રથી ખેડૂતો નારાજ: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કોટા વધારવા અંગે શું મોટો દાવો કર્યો?
નવા પરિપત્રથી ખેડૂતો નારાજ: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કોટા વધારવા અંગે શું મોટો દાવો કર્યો?
ગુજરાતમાં હવામાન પલટાયું: મેઘરાજાની તોફાની એન્ટ્રી! ગુજરાતના આ 3 જિલ્લાઓમાં કરા સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં હવામાન પલટાયું: મેઘરાજાની તોફાની એન્ટ્રી! ગુજરાતના આ 3 જિલ્લાઓમાં કરા સાથે ધોધમાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુઝફ્ફરનગરના સૌથી મોટા પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, અનેક દર્દીઓ જીવતા સળગ્યાં, મોટી જાનહાનિની આશંકા
મુઝફ્ફરનગરના સૌથી મોટા પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, અનેક દર્દીઓ જીવતા સળગ્યાં, મોટી જાનહાનિની આશંકા
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
Embed widget