શોધખોળ કરો
Advertisement
કોરોના સામે લડવા ગુજરાતની 4 વર્ષની આ બાળકીએ પોતાની પીગી બેંકમાં ભેગા થયેલા બધાં જ રૂપિયાનું કર્યું દાન? જાણો
અંકલેશ્વરમાં પોતાની પીગી બેંકમાં જમા થયેલા રૂપિયા કોરોના વાયરસ માટેની લડાઇ માટે સરકારી ફંડમાં જમા કરાવવાની જાહેરાત કરતો 4 વર્ષની બાળકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અંકલેશ્વર: કોરોના વાયરસ સામેની લડાઈમાં સમગ્ર દેશના મોટા ઉદ્યોગપતિઓ, ક્રિકેટર્સ, બોલિવુડ સ્ટાર્સ અને અન્ય સામાજિક સંસ્થાઓ મદદ માટે પ્રધાનમંત્રીના કોન્ટ્રિબ્યુશન એકાઉન્ટમાં કરોડો રૂપિયાનું દાન કરી રહ્યાં છે. ત્યારે અંકલેશ્વરમાં પોતાની પીગી બેંકમાં જમા થયેલા રૂપિયા કોરોના વાયરસ માટેની લડાઇ માટે સરકારી ફંડમાં જમા કરાવવાની જાહેરાત કરતો 4 વર્ષની બાળકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
‘હેલ્લો ફ્રેન્ડસ, મારૂં નામ પેરિસ વ્યાસ છે. હું મારા પીગી બેન્કમાં જેટલા પણ રૂપિયા છે તે બધા હું સરકારને આપી રહી છું. જેથી સરકાર ગરીબ લોકોની મદદ કરી શકે અને કોરોના સામે લડી શકે. તમે પણ મારી જેમ સરકારની મદદ કરો. જય હિન્દ.’
પેરિસના પિતા ઓમ વ્યાસે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ટીવીમાં જોયું કે ટાટા ગ્રુપ અને રિલાન્યસ ગ્રુપે આટલા બધાં રૂપિયા આપ્યા છે. ત્યારે મારી દીકરીએ મને પૂછ્યું કે, ડેડી મારે પણ કઈંક આપવું છે. તો મેં તેને પૂછ્યું કે તારી પાસે પૈસા ક્યાં છે. તો તેને કહ્યું કે મારી પીગી બેંકમાં પૈસા છે. ત્યાર બાદ મેં તેના પીગી બેંકના11,200 રૂપિયાનો ડીડી બનાવીને કોન્ટ્રિબ્યુશન માટે વિચાર્યું હતું. ત્યાર બાદ મેં તેનો આ વીડિયો બનાવીને ફેસબુક પર પોસ્ટ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement