શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 577 નવા કેસ, 18નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 29578
રાજ્યમાં અત્યાર સુધીમાં 21506 દર્દી સાજા થયા છે. હાલ 6318 એક્ટિવ કેસ છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 18 દર્દીઓનાં મોત થયા છે અને 410 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 29578 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1754 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 21506 દર્દી સાજા થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 225, સુરત કોર્પોરેશનમાં 152, વડોદરા કોર્પોરેશનમાં 44, સુરતમાં 12, જામનગર કોર્પોરેશન -11, નર્મદા -11, ગાંધીનગર-10, રાજકોટ કોર્પોરેશન -9, ભરૂચ-9, વલસાડ-9, આણંદ-7, પંચમહાલ-6, ખેડા-6, ગાંધીનગર કોર્પોરેશન- 5, રાજકોટ-5, કચ્છ-5, નવસારી-5, ભાવનગર કોર્પોરેશન -4, જૂનાગઢ કોર્પોરેશન -4, મહેસાણા-4, ગીર સોમનાથ-4, જામનગર-3, અમરેલી -3, અરવલ્લી-2, સાબરકાંઠા-2, પાટણ-2, સુરેન્દ્રનગર 2, ભાવનગર 1, બોટાદ અને દાહોદ-1 અનો મોરબીમાં એક એક કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 11, સુરત કોર્પોરેશનમાં 3, ગાંધીનગર કોર્પોરેશન 1, અમદાવાદ-1, ગાંધીનગર 1 અને સુરેન્દ્રનગરમાં 1 મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1754 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21506 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6318 એક્ટિવ કેસ છે, જેમાંથી 66 વેલ્ટીલેટર પર છે અને 6252 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,45, 278 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement