શોધખોળ કરો
રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 36 હજારથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત, સાજા થવાનો દર 94.82 ટકા
રાજ્યમાં અત્યાર સુધી 2,49,246 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 665 નવા કેસ નોંધાયા

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 665 નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી 2,49,246 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધી 4329 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. જો કે, સારી વાત એ છે આજે વધુ 897 દર્દીઓના ડિસ્ચાર્જ સાથે રાજ્યમાં અત્યાર સુધી 2,36,323 લોકો કોરોને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે અને મત્યુ દરમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 94.82 ટકા છે. રાજ્યમાં હાલ 8594 એક્ટિવ કેસ છે અને 8534 લોકો સ્ટેબલ છે. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 897 દર્દી સાજા થયા હતા અને 48,966 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 99,55,664 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો





















