શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus : રાજ્યમાં 2 લાખ 30 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 94.23 ટકા
સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 916 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 780 કેસ નોંધાયા હતા. સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 916 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 2,30,893 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,45,038 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 780 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 4 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4306 પર પહોંચ્યો છે.
રાજ્યમાં રિકવરી રેટ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર હાલમાં 94.15 ટકા છે. સાથે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં હાલ 9839 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion