શોધખોળ કરો
Covid-19: રાજકોટની કંપનીએ બનાવ્યું ધમણ-1 નામનું વેન્ટિલેટર, કિંમત જાણીને રહી જશો દંગ, જાણો વિગતે
માત્ર 10 દિવસમાં જ વેંટીલેટર બનાવી રાજ્યના ઉદ્યોગકારે દેશની તાકાત દર્શાવી છે. આ વેંટીલેટરને ધમણ-1 નામ આપવામાં આવ્યું છે. આ વેંટીલેટરની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી.
![Covid-19: રાજકોટની કંપનીએ બનાવ્યું ધમણ-1 નામનું વેન્ટિલેટર, કિંમત જાણીને રહી જશો દંગ, જાણો વિગતે Coronavirus: Rajkot based jyoti cnc makes dhaman 1 ventilator CM Rupani announced Covid-19: રાજકોટની કંપનીએ બનાવ્યું ધમણ-1 નામનું વેન્ટિલેટર, કિંમત જાણીને રહી જશો દંગ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/04221435/dhaman-1-1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 105 પર પહોંચી છે. કોરોનાની મહામારી વચ્ચે રાજકોટની એક કંપનીએ વેંટીલેટર તૈયાર કર્યુ છે. જેની કિંમત એક લાખ રૂપિયાથી પણ ઓછી છે. આ વેંટીલેટરની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. આ સમયે તેમની સાથે જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
માત્ર 10 દિવસમાં જ વેંટીલેટર બનાવી રાજ્યના ઉદ્યોગકારે દેશની તાકાત દર્શાવી છે. આ વેંટીલેટરને ધમણ-1 નામ આપવામાં આવ્યું છે. વેંટીલેટર દર્દી પર સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. જેમાં પહેલા 1000 વેંટીલેર ગુજરાતને આપવામાં આવશે અને ત્યારબાદ દેશના અન્ય રાજ્યોમાં અપાશે.
સામાન્ય વેંટીલેટરની કિંમત પાંચથી છ લાખ રૂપિયા જેટલી હોય છે, જ્યારે રાજકોટના ઉદ્યોગકારે તેને એક લાખ રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં બનાવ્યું છે. કંપની આગામી સમયમાં તેમાં ફિચર અપડેટ કરીને ધમણ-2 અને ધમણ-3 પણ બનાવશે.
![Covid-19: રાજકોટની કંપનીએ બનાવ્યું ધમણ-1 નામનું વેન્ટિલેટર, કિંમત જાણીને રહી જશો દંગ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/04221442/dhaman-1-3.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)