શોધખોળ કરો
Advertisement
Covid-19: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 388 નવા કેસ, 29નાં મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 7 હજારને પાર
ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 7013 પર પહોંચી છે અને મૃત્યુઆંક 425 પર પહોંચ્યો છે.
ગાંધીનગર : રાજ્યના કોરોના કહેર થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં 388 નવા કેસ નોંધાયા છે જ્યારે વધુ 29 દર્દીઓના મોત થયા છે અને 209 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 7013 પર પહોંચી છે અને મૃત્યુઆંક 425 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.
આજે નોંધાયેલા કુલ કોરોના કેસ પૈકી અમદાવાદમાં 275 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે અરવલ્લી-25, ભાવનગર -1, દાહોદ-4, દેવભૂમિ દ્વારકા-1, ગાંધીનગર-5, જામનગર-4, ખેડા-3, રાજકોટ-2, સુરત-45, વડોદરા -19, બનાસકાંઠા-3 કેસ સામે આવ્યા છે. જ્યારે એક દર્દીને રાજસ્થાનનો દર્શાવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. જેમાંથી 12નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 17નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 29 મોતમાંથી અમદાવાદમાં 23, બનાસકાંઠા- 1 મહેસાણા-1 અને સુરતમાં 1 મોત સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 425 પર પહોંચ્યો છે.
આજે કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલ દર્દીઓમાં અમદાવાદમાં 108, આણંદ-5, બનાસકાંઠા- 8, ભરુચ-3, છોટાઉદેપુર-1, ગાંધીનગર-5, પાટણ-1, સુરતમાં -51 અને વડોદરામાં 27 દર્દીઓ સાથે કુલ 209 દર્દીઓ સ્વસ્થ થયા છે.
રાજ્યમાં કુલ 7013 કોરોના કેસમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે અને 4853 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1709 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ એક લાખ 553 ટેસ્ટ થયા જેમાંથી 7013 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
જિલ્લાવાર નોંધાય કોરોના પોઝિટિવ કેસની વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion