શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus:રાજ્યમાં કુલ 55 કેસ પોઝિટિવ, 4નાં મોત, જાણો કયા શહેરમાં કેટલા છે કેસ
રાજ્યમાં વધુ 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિત દર્દીઓની સંખ્યા 55 પર પહોંચી ગઈ છે. જ્યારે અમદાવાદમાં વધુ એક કોરોના દર્દીનું મોત થયું છે. આ સાથે અમદાવાદમાં કુલ 2નાં મોત થયા છે.
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં વધુ 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિત દર્દીઓની સંખ્યા 55 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાએ વધુ એક દર્દીનો જીવ લીધો છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 46 વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મોત થયું.. મૃતક હાઈ બ્લડપ્રેશર અને ડાયાબીટીસ જેવી બીમારીથી પીડિત હતી. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે.
કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 18 કેસ છે, જ્યારે વડોદરા અને ગાંધીનગરમાં 9-9, રાજકોટમાં 8, સુરતમાં 7, કચ્છ, ભાવનગર, મહેસાણા અને ગીર સોમનાથમાં એક-એક કેસ નોંધાયા છે. અત્યાર સુધી 1067 ટેસ્ટ કરાયા. જેમાં 55 પોઝિટિવ આવ્યા.
ગીર સોમનાથમાં 65 વર્ષીય વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓ 20 દિવસ પહેલાં દુબઈથી વેરાવળ પરત ફર્યા હતા, જ્યારે મહેસાણામાં 52 વર્ષીય વ્યક્તિનો કોરોના પોઝિટિવ છે.
ડો. જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય કર્મીઓ દ્વારા ડોર ટુ ડોર અને ટેલીફોનિક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજ સુધીમાં 3 કરોડ 98 લાખ 26 હજાર 12 નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સર્વેલન્સમાં ઉધરસ, તાવ, ઝાડા-ઊલટીની વિગતો તથા આંતરરાજ્ય અને આંતરદેશીય ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો લેવામાં આવે છે. દિવસ દરમિયાન કુલ 88 લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકીના 33 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, બાકીના રિપોર્ટ પ્રક્રિયામાં છે.
કોરોના વાયરસના દર્દીઓ માટે રાજકોટની પીડીયુ હોસ્પિટલને ટેસ્ટિંગ માટે માન્યતા મળી ગઈ છે. આ સાથે હવે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને રાજકોટ સહિત 6 સરકારી લેબોરેટરી અને 2 ખાનગી લેબોરેટરીમાં પ્રતિદિન અંદાજે 1000 જેટલા કોરોનાના ટેસ્ટિંગ થઈ શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion