શોધખોળ કરો

Cyclone Biparjoy: કોડિનારમાં શરૂ થઇ વાવાઝોડાની ભયાનક અસર, દરિયાના મોજાની થપાટથી મકાન થયું ધરાશાયી

ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે

ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગીર સોમનાથના કોડિનારના મૂળ દ્વારકા બંદર પર દરિયા કિનારે મકાન ધરાશયી થયું હતું. દરિયાના મોજાની થપાટ લાગતા મકાન ધરાશાયી થયું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. મકાન ભગુબેન ફુલબારીયા નામની મહિલાનું હતું. છેલ્લા 5 દિવસમા કુલ 10 જેટલા મકાન ક્ષતિગ્રસ્ત થયા હતા.

કંડલા ગામ ખાલી કરાયુ

કચ્છના કંડલા પોર્ટ પર બિપરજોયની અસર શરૂ થઇ છે. હાલમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. કંડલા સિગ્નલ ઓફિસે પવનની ગતિ 70 કીલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું 150 કી.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. ગણતરીના કલાકોમાં બિપરજોય કચ્છના દરિયાકાંઠે અથડાશે. કંડલા પોર્ટ હાલ બંધ છે. કંડલા ગામ પણ ખાલી કરી દેવાયુ છે.

125-135 કિમી પ્રતિ કલાકની હશે ઝડપ 

IMD અનુસાર, ચક્રવાતી તોફાન બિપરજોય ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વિસ્તાર, માંડવી કાંઠા અને દક્ષિણ પાકિસ્તાનના કરાચી નજીકથી પસાર થશે. આ દરમિયાન પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે. વાવાઝોડું થોડું નબળું પડી રહ્યું છે, પરંતુ તે હજુ પણ તોફાન, જોરદાર પવન અને ભારે વરસાદનું જોખમ ઊભું કરે છે.

સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર શરુ

સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર શરુ થઇ હતી. દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં  ભારે પવન ફૂંકાયો હતો. સુરત, નવસારી, વલસાડના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતું. નવસારી જિલ્લાના 16થી વધુ ગામડાઓ એલર્ટ પર છે.

74 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

અત્યાર સુધીમાં 74 હજારથી વધુ લોકોને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બહાર કાઢીને અસ્થાયી આશ્રય શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. એકલા કચ્છ જિલ્લામાં આશરે 34,300 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જામનગરમાં 10,000, મોરબીમાં 9,243, રાજકોટમાં 6,089, દેવભૂમિ દ્વારકામાં 5,035, જૂનાગઢમાં 4,604, પોરબંદર જિલ્લામાં 3,469ને ખસેડવામાં આવ્યા છે.

ચક્રવાતના સંભવિત દસ્તક પહેલાં, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે કુલ 33 ટીમોને તૈનાત કરી છે. NDRFની 18 ટીમો ગુજરાતમાં રાખવામાં આવી છે, એક ટીમને દીવમાં તૈનાત કરવામાં આવી છે. દીવ ઉત્તરમાં ગુજરાતના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓથી અને ત્રણ બાજુએ અરબી સમુદ્રથી ઘેરાયેલું છે. ગુજરાતમાં NDRFની તૈનાતી વિશે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે NDRFની ચાર ટીમો કચ્છ જિલ્લામાં, ત્રણ-ત્રણ રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં, બે જામનગરમાં, એક-એક પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

પડોશી મહારાષ્ટ્રમાં, કુલ 14 NDRF ટીમોમાંથી, પાંચ મુંબઈમાં તૈનાત કરવામાં આવી છે જ્યારે બાકીની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. આ દરેક ટીમોમાં લગભગ 35-40 કર્મચારીઓ છે અને તે વૃક્ષો અને પોલ કટર, ઈલેક્ટ્રીક કરવત, ફૂલી શકાય તેવી બોટ અને દવાઓ અને સામાન્ય બિમારીઓ માટે રાહત સામગ્રીથી સજ્જ છે. તે જ સમયે, BMCએ મુંબઈના દરિયાકિનારા પર ડૂબવાની ઘટનાઓને રોકવા માટે મુંબઈના તમામ 6 સાર્વજનિક બીચ પર 120 લાઈફગાર્ડની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget