શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
'વાયુ' વાવાઝોડું બપોરે કેટલા વાગ્યે ગુજરાતની નજીક આવશે? શું છે હવામાન વિભાગની આગાહી?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડુ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને અસર કરશે.
અમદાવાદઃ ગુજરાત પર ત્રાટકનારું 'વાયુ' વાવાઝોડું બુધવારે મધરાત્રે ઓમાન તરફ ફંટાયુ હતું. જો કે વાવાઝોડાની દિશા બદલાઈ હોવા છતાં આ વાવાઝોડ઼ું ગુજરાતને અસર તો કરશે જ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડુ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને અસર કરશે.
આ વાવાઝોડું ત્રાટકે ત્યારે પ્રતિ કલાક 135-145 કિલો મીટરથી લઈ 160 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાશે. હાલ આ વાવાઝોડું વેરાવળથી 110 કિલો મીટર દૂર છે તે જોતાં આ વાવાઝોડું બપોરે બે વાગ્યા સુધીમાં ગુજરાતના દરિયાકાંઠેથી પસાર થશે તેવી શક્યતા છે.
વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાને નહીં ટકરાય પણ વાવાઝોડાને કારણે ભારે વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધરાત બાદ વાવાઝોડાંનો રૂટ બદલાતાં આ વાવાઝોડું ગુજરાતને ટકરાશે નહીં. વાવાઝોડુ રાજ્યમાં જમીન વિસ્તાર પર ત્રાટકવાના બદલે માત્ર અસર કરીને જતુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion