શોધખોળ કરો

Dahod: બાળકને ખાનગી શાળામાં મુકવાની આંધળી દોડ વચ્ચે આ ડીડીઓએ પોતાના પુત્રને આંગણવાડીમાં મુકી અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું

દાહોદ: સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળાઓ અથવા પ્લે સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે.

દાહોદ: સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળાઓ અથવા પ્લે સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે. પરંતુ દાહોદના ડીડીઓ ઉત્સવ ગૌતમે પોતાના પુત્ર માધવનને આજે દાહોદની છાપરી સ્થિત 6 નંબરની આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો. પોતાની ઓફિસ જતાં પહેલા ડીડીઓ બાળકને લઈ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોચ્યા હતા જ્યાં આંગણવાડી વર્કર દ્રારા બાળકને કુમકુમ તિલક કરી આવકાર આપ્યો હતો.

Dahod: બાળકને ખાનગી શાળામાં મુકવાની આંધળી દોડ વચ્ચે આ ડીડીઓએ પોતાના પુત્રને આંગણવાડીમાં મુકી અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું

આ અંગે ડીડીઓ ઉત્સવ ગૌતમનું કહેવું છે કે, સરકાર દ્રારા આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક શાળાઓમાં સારુ શિક્ષણ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યુ છે અને દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોને રમત ગમત અને શિક્ષણની સાથે પૌષ્ટીક આહારની પણ સગવડ સરકાર દ્રારા કરવામાં આવી છે. તો દરેક નાગરિકે સરકારી આંગણવાડી કે સરકારી શાળાનો લાભ લેવો જોઈએ. એકબીજાની દેખાદેખીમાં ખાનગી શાળાઓ તરફ દોટ મુક્તા વાલીઓને ડીડીઓ ઉત્સવ ગૌતમે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી લાભ લેવા માટે પણ આપી કરી હતી.

પોતે પણ સરકારી સિસ્ટમનો જ એક હિસ્સો છે અને પોતે સરકારી સિસ્ટમ અને સુવિધાઓ ઉપર ભરોસો નહીં રાખે તો સામાન્ય લોકો કેવી રીતે ભરોસો કરી શકશે? સરકારી આંગણવાડી કે શાળામાં આ પ્રકારની સુવિધા અને વાતાવરણ ઊભું કરવાથી લોકો ચોક્કસથી આનો લાભ લેશે. દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી આંગણવાડીમાં પોતાના બાળકને બેસાડીને લોકોમાં વિશ્વાસ બેસાડ્યો છે કે, સરકારી શાળાઓ પાછળ સરકાર કરોડોનો ખર્ચ કરે છે, તો લોકોએ તેનો લાભ લેવો જોઈએ. દાહોદના જિલ્લા વિકાસ અધિકારીએ સામાન્ય જનતા અને સરકારી બાબુઓ વચ્ચેના ખાડાને પૂરવાનો પ્રયત્ન કર્યો છે.

ડાક કર્મચારીઓએ આજે પાલનપુરમાં વિરોધ સાથે રેલી યોજીને હડતાળ કરી હતી

ગુજરાતમાં ફરી એકવાર સરકારી કર્મચારીઓની હડતાળનો સિલસિલો શરૂ થયો છે, હાલમાં જ માહિતી મળી છે કે, ઉત્તર ગુજરાતમાં કેન્દ્રીય ડાક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ડાક કર્મચારીઓની માંગણી છે કે, પગાર, રજાઓ સહિતના અન્ય લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. ડાક કર્મચારીઓએ આજે પાલનપુરમાં વિરોધ સાથે રેલી યોજીને હડતાળ કરી હતી, આ સાથે તેમને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પણ આપ્યુ હતુ. 

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Embed widget