શોધખોળ કરો

સરપંચ બનવા મેદાનમાં ઉતરેલી સુપર મોડલ એશ્રા પટેલની ચૂંટણીમાં હાર થઈ કે જીત,  જાણો મહત્વના સમાચાર 

આ બેઠક પરથી મુંબઈની મોડલ એશ્રા પટેલે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેના કારણે આ ગ્રામ પંચાયતની ચૂંટણી ચર્ચામાં હતી. 

છોટા ઉદેપુરના કાવિઠા ગ્રામ પંચાયતમાં મુંબઈની મોડલ એશ્રા પટેલની હાર થઈ છે.  જ્યોતિબેન સોલંકી સામે એશ્રાબેન પટેલની હાર થઈ છે. છોટા ઉદેપુરની કાવિઠા ગ્રામ પંચાયત પહેલાથી જ ખૂબ જ ચર્ચામાં હતી. આ બેઠક પરથી મુંબઈની મોડલ એશ્રા પટેલે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેના કારણે આ ગ્રામ પંચાયતની ચૂંટણી ચર્ચામાં હતી. 

ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતો(Gujarat Gram Panchayat)ની મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  રાજ્યના જિલ્લા મથકોએ મતગણતરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. તો 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા હતા. રાજ્યમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવાર અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1,19,988 ઉમેદવાર મેદાનમાં હતા. 

ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવાર મતદાન થયું હતું. સૌની નજર મુંબઇની મોડલ એશ્રા પટેલનું શું થાય છે તેના પર મંડાયેલી હતી.. એશ્રા પટેલે  છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંદ બનવા માટે ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમા એશ્રા પટેલની હાર થઈ  છે. 

રવિવારે થયેલા મતદાનમાં કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બબાલ થતાં એશ્રા પટેલ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. સંખેડાના કાવીઠા ગામે એશ્રા પટેલ સરપંચ ઉમેદવાર હતા.  પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.  કાવઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ કરાઈ હતી. એશ્રા પટેલ અને સરંપચપદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એ પછી  ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના પગલે ત્રણ પોલીસ જીપ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. 

મોડેલ એશ્રા પટેલે રવિવારે સવારે કાવીઠા ગામની પ્રાથમિક શાળાના બુથ પર મતદાન કર્યું હતું. એશ્રા પટેલ મતદાન પછી ભાવકુ થઈ ગઈ હતી. મતદાન બાદ એશ્રા પટેલે જણાવ્યું હતું કે, આજે મને બહુ આનંદની લાગણી થઇ રહી છે. આજે મારા પર મારા ગામના દરેક ગરીબ માણસની જવાબદારી આવી ગઇ હોય એવું લાગે છે. અહીંની દરેક વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે અને તેમને સારી જીંદગી આપવી એ  મારા માટે જિંદગીનું મિશન બની ગયું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
Embed widget