Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
ખેડાના ઠાસરા તાલુકાના મરઘાકુઇ ગામના પ્રાથમિક શાળાના વિધાર્થીઓ ગામમાં અલગ અલગ જગ્યાએ બેસી ભણવા મજબૂર
ખેડાના ઠાસરા તાલુકામાં શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. ઠાસરા તાલુકાની મરઘાકુઇ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 280 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. શાળાના ઓરડા જર્જરિત હોવાથી તેને તોડી પડયા હતા.પરંતુ આજ દિવસ સુધી નવા ઓરડા ન બનાવતા વિદ્યાર્થીઓ અન્ય સ્થળે અભ્યાસ કરવા મજબૂર છે..કેટલાક બાળકોને ખોડિયાર માતાના મંદિર પાસે આવેલા એક ઘરમાં અભ્યાસ કરાવવામાં આવે છે. તો કેટલાક બાળકોને ગ્રામ પંચાયતના મકાનમાં ભણાવવામાં આવે છે. સમગ્ર મામલે તાલુકા શિક્ષણાધિકારીનું કહેવું છે કે, ઓરડા બનાવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે..ટુંક સમયમાં મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ કરાશે..

















