શોધખોળ કરો
આવતીકાલે રાજ્યના 33 જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, ‘યલો એલર્ટ’ જાહેર
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, આગાહી અનુસાર 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.
Gujarat Rain Alert: હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલે, 22 જુલાઈ, 2025 ના રોજ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. આ દિવસે વીજળીના કડાકા-ભડાકા અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
1/5

Gujarat Rain Alert: રાજ્યના કુલ 33 થી વધુ જિલ્લાઓ - જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે - માં હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2/5

ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામી રહ્યો છે, અને હવામાન વિભાગે આવતીકાલે, 22 જુલાઈ, 2025 ના રોજ, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ દિવસે વાતાવરણમાં વીજળીના ચમકારા જોવા મળશે અને કેટલાક સ્થળોએ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
Published at : 21 Jul 2025 06:48 PM (IST)
આગળ જુઓ





















