શોધખોળ કરો

DefExpo 2022: ડિફેન્સ એક્સપોની મુલાકાત કરતાં પહેલાં આ નિયમો જાણી લો, આ વસ્તુઓ સાથે ના લઈ જતા

કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા યોજાનાર DefExpo 2022 અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદ ખાતે તા. 18 થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

DefExpo 2022: કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા યોજાનાર DefExpo 2022 અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદ ખાતે તા. 18 થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપો અંતર્ગત સાબરમતી રિવર ફ્રન્ટના પૂર્વ કાંઠે જાહેર જનતા માટે પ્રદર્શન જોવા જરૂરી સૂચનાઓ જાહેર કરાઈ છે. 

ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી આપવામાં આવશેઃ

Def-Expo 2022ના વિવિધ કાર્યક્રમનો લ્હાવો લેવા મુલાકાતીઓને ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી આપવામાં આવશે સાથે જ ઇ-ટિકિટમાં ઉલ્લેખિત તારીખ અને સમય  પર જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઇ-ટીકીટ eventreg.in/registration/visitor વેબસાઇટ પર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે. મુલાકાતીઓએ પ્રદર્શન સ્થળના પ્રવેશ દ્વાર પર પ્રવેશ કરતા પહેલા QR કોડ/બાર કોડ સ્કેન કરવાનો રહેશે અને સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ દા.ત. આધાર કાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ/મતદાર આઈડી/પાન કાર્ડ વગેરે રજૂ કરવાના રહેશે. 

આ વસ્તુઓ સાથે ના લઈ જવીઃ

પ્રદર્શનની મુલાકાત દરમિયાન કોવિડના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે. જેમાં મુલાકાતીઓને કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. પ્રદર્શન સ્થળે મુલાકાતીઓનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે. પ્રદર્શન સ્થળ પર પીવાના પાણી, શૌચાલય, મોબાઇલ ચાર્જીંગ પોઇન્ટ, હેલ્પ ડેસ્ક, વગેરે સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મુલાકાતીઓ કોઈપણ ખાદ્યપદાર્થો/હેન્ડ બેગ, છૂટક વસ્તુ જેવી કે કાગળ, પ્લાસ્ટિક, પોલીબેગ વગેરે લઇ જઇ શકશે નહીં. 

પાર્કિંગની સુવિધા મર્યાદિત હશેઃ

પ્રદર્શનની મુલાકાતે વાહન લઈને આવતા મુલાકાતીઓને નિર્ધારિત પાર્કિંગ સાઈટ પર જ પોતાના જોખમે વાહન પાર્ક કરવાના રહેશે. પાર્કિંગની સુવિધા મર્યાદિત હોવાથી મુલાકાતીઓને આવવા-જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. પ્રદર્શન સ્થળે ધૂમ્રપાન, તમાકુ ઉત્પાદનો અને દારૂ સખત પ્રતિબંધિત છે. મુલાકાતીઓને સ્વચ્છતા, શાંતિ અને સામાજિક વ્યવસ્થા જાળવવા અને સુરક્ષા કર્મચારીઓને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

રિવરફ્રન્ટ પર યોજાશે લાઈવ ઓપરેશન ડેમોનસ્ટ્રેશનઃ

ભારતીય નેવીના જાંબાજ જવાનો અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પોતાની યુદ્ધ કુશળતા બતાવતાં લાઈવ ઓપરેશનનું ડેમોનસ્ટ્રેશન પણ કરશે. ડિફેન્સ એક્સપોનો કાર્યક્રમ ઘરેલું સંરક્ષણ ઉદ્યોગની તાકાતનું પ્રદર્શન કરશે, જે હવે સરકાર અને દેશના 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'ના સંકલ્પને શક્તિ આપી રહી છે. આ ઈવેન્ટ માત્ર ભારતીય કંપનીઓ માટે પ્રથમ એડિશન હશે. સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે DRDO અત્યાધુનિક અને ભાવિ સંરક્ષણ ઉત્પાદનો અને તકનીકોમાં ઉચ્ચ સ્તરની સ્વદેશીતાનું પ્રદર્શન કરશે, જે સંરક્ષણમાં આત્મવિશ્વાસને સમર્થન આપે છે. તે તેની પ્રયોગશાળાઓ અને તાજેતરની ઉદ્યોગ ભાગીદારી દ્વારા કરવામાં આવેલી તકનીકી પ્રગતિને પણ પ્રકાશિત કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget