શોધખોળ કરો
Advertisement
ઈન્ટર્ન તબીબો માટે રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, સ્ટાઈપેન્ડમાં કરાયો વધારો
સ્ટાઈપેન્ડ વધારાને લઈને ઈન્ટર્ન તબીબોએ હડતાળ પાડી હતી. તેના બાદ સરકારે તેમની માંગ સ્વીકારી લીધી છે.
ગાંધીનગર: સરકારી અને જીમર્સ મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબોના સ્ટાઈપેન્ડને લઈ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં ઈન્ટર્ન ડોક્ટરોની સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની માંગને સરકારે સ્વીકારી લીધી છે. સ્ટાઈપેન્ડ વધારાને લઈને ઈન્ટર્ન તબીબોએ હડતાળ પાડી હતી.
ઈન્ટર્ન તબીબોએ 18 હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ અંગે સહમતી દર્શાવી હતી. હવે ઈન્ટર્ન ડોક્ટરોને પ્રતિ માસ 18 હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ મળશે. સ્ટાઈપેન્ડ વધારાનો લાભ એપ્રિલ 2020થી મળશે.
પ્રતિ માસ પ્રોત્સાહન રૂપે મળનારી 5 હજાર, 200ની આ રકમ એપ્રિલ-2020થી ફેબ્રુઆરી-2021 દરમિયાન મળશે. 10 મહિના માટે વધારો મળશે. રાજ્યમાં આશરે 2200 જેટલા ઈંટર્નશીપ કરતાં તબીબોને આ લાભ મળશે.
હાલ સરકારી અને જીમર્સ કોલેજના ઈન્ટર્ન તબીબોને 12 હાજર 800 રૂપિયા સ્ટાઈપેન્ડ મળે છે. એવામાં સ્ટાઈપેન્ડ વધારાને લઈને 2000 જેટલા ઈન્ટર્ન તબીબોએ ત્રણ દિવસની હડતાળ પાડી હતી. અગાઉ 14, 15 અને 16 ડિસેમ્બરે ઈન્ટર્ન તબીબોએ હડતાળ પાડી હતી. જેના બાદ સરકારે ઈન્ટર્ન તબીબોની માંગ સ્વીકારી લીધી છે. કોરોના માં ફરજ બજાવતા ઈંટર્ન ડોકટરોને લાભ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement