વડોદરાના કરજણ સેવાસદન ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં એસીબી દ્વારા સપાટો બોલીવી દેવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનાની અંદર ઘણા લાંચીયા બાબૂઓ એસીબીની ઝપટે ચડી ગયા છે. વડોદરાના કરજણ સેવાસદનમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા છે.
વડોદરા: રાજ્યમાં એસીબી દ્વારા સપાટો બોલીવી દેવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનાની અંદર ઘણા લાંચીયા બાબૂઓ એસીબીની ઝપટે ચડી ગયા છે. વડોદરાના કરજણ સેવાસદનમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા છે. જે.ડી પરમારે વિધાનસભાની પેટાચૂંટણીમાં મુકેલ વાહન માલિક પાસે બિલ પાસ કરાવવા 5 હજારની લાંચ માંગી હતી. આ અગાઉ વાહન માલિક પાસે 20 હજાર રૂપિયાની લાંચ માંગી હતી અને અંતે વાહન માલિક 5 હજાર રૂપિયા આપવા તૈયાર થયો હતો. હાલમાં ACBની ટીમે જે.ડી.પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 2 ડિસેમ્બર સુધી માવઠાની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. આજે સાંજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઈ તમામ કલેક્ટરને એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડૂતો માટે હવામાન વિભાગે પાક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજથી બે ડિસેમ્બર સુધી અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી એમ સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો કેટલાક જિલ્લામાં 40થી 60 કિ.મીની ઝડપે પવન ફુંકાવા સહિત આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાય શકે છે. ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર એક ડિસેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી રાજ્યના વાતાવરણમાં પલટો રહેશે. એક ડિસેમ્બરે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેંદ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં હળવો જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી સુરત, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર માં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આગામી બે ડિસેમ્બરના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિવાયના રાજ્યના અનેક ભાગમાં પણ વરસાદી માહોલ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.