શોધખોળ કરો
જૂનાગઢ જિલ્લામાં 8 દર્દીઓને હોમ આઈસોલેશનની સલાહ સાથે ડિસ્ચાર્જ કરાયા, જાણો કયા ગામના હતા દર્દીઓ?
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં કોરોનાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં કોરોનાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. કોવિડ-19 કેર સેન્ટરમાંથી 8 દર્દીઓને હોમ આઈસોલેશનની સલાહ સાથે દર્દીઓેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં કોરોના માત્ર પાંચ જ એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કુલ 29 કેસ નોંધાયેલા હતા જેમાં 24 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. માત્ર હાલ 5 જ કેસ એક્ટિવ છે. આજે ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની વિગતવાર વાત કરીએ તો, 3 દર્દીઓ કેશોદ અને 5 દર્દીઓ વિસાવદરના બરડીયાનાઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો





















