શોધખોળ કરો
Advertisement
દીવમાં કોરોનાના કેસ વધતા લેવાયો આકરો નિર્ણયઃ આ નિયમ તોડવા પર થઈ શકે છે જેલની સજા, જાણો વિગત
દીવ પ્રસાશન દ્વારા કોરોનાના કેસો વધતા ક્વોરેન્ટાઇનને લઈને આકરો નિર્ણય લેવાયમાં આવ્યો છે. ક્વોરેન્ટાઇન ભંગની ફરિયાદો ઉઠતા કલેક્ટરે આકરો નિર્ણય લીધો છે.
દીવઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે સંઘપ્રદેશ દીવ અને દમણમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે દીવ પ્રસાશન દ્વારા કોરોનાના કેસો વધતા ક્વોરેન્ટાઇનને લઈને આકરો નિર્ણય લેવાયમાં આવ્યો છે. ક્વોરેન્ટાઇન ભંગની ફરિયાદો ઉઠતા કલેક્ટરે આકરો નિર્ણય લીધો છે.
હવે જો દીવમાં કોઈ ક્વોરેન્ટાઇનનો ભંગ કરશે, તો પ્રથમવાર ક્વોરોન્ટાઇનનો ભંગ કરનારે 2 હજાર દંડ, બીજી વખત ભંગ કરનારને 5 હજાર રૂપિયા દંડ અને ત્રીજી વખત જેલની સજા થઈ શકે છે. બીજી તરફ દમણમાં કોરોનાના કેસો વધતાં બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. તમામ આવશ્યક સેવા સિવાયના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દમણમાં કોરોનાના કેસ વધતા પ્રશાસન દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાના સંક્રમણને પગલે ગુજરાતથી દમણ જતી તમામ સરહદને સીલ કરાઈ છે. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકાર ના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, દમણમાં કોરોનાના એક સાથે 10 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. મોટાભાગના દર્દીઓ દમણના ડાભેલ વિસ્તારના હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
શિક્ષણ
Advertisement