Panchmahal News: જ્ઞાતિવાદે મોત બાદ પણ મહિલાનો ના છોડ્યો પીછો, અગ્નિસંસ્કાર માટે ન મળ્યું સ્મશાન
Panchmahal News: જોકે જ્ઞાતિવાદના કારણે ગ્રામજનોએ અંતિમ સંસ્કાર કરવા દીધા નહોતા.
Panchmahal News: રાજ્યમાં ફરી એકવાર જ્ઞાતિવાદના કારણે માનવતાને શર્મસાર કરતી ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, પંચમહાલના ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામના લોકોએ પ્રસૂતિ બાદ મોતને ભેટેલી મહિલાના અંતિમ સંસ્કાર સ્મશાનમાં કરવા દીધ નહોતા. અમરેલી જિલ્લાના ઘાસા ગામે પરિવાર સાથે મજૂરી કામ અર્થે સ્થાયી થયેલા સુમિત્રાબેન નાયક નામની મહિલાએ 14 ડિસેમ્બરના બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતાની તબિયત લથડતા મોતને ભેટી હતી. જેથી પરિવારે વતનમાં અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે વતન લાવતા જ્ઞાતિવાદના કારણે ગ્રામજનોએ અંતિમ સંસ્કાર કરવા દીધા નહોતા. જેના કારણે પરિવારજનોએ ખેતરમાં જ મહિલાના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. આ ઘટનાથી ગ્રામજનો પ્રત્યે ફિટકારની લાગણી વરસી રહી છે.
કંકોડાકોઈ ગામ બે સ્મશાન આવેલા છે છતાંય મહિલાના અંતિમ સંસ્કાર કરવાની ગામના લોકોએ મંજૂરી આપી નહોતી. સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી નહી મળતા મહિલાના પરિવારના લોકોએ ગ્રામપંચાયતની ખુલ્લી જગ્યામાં અગ્નિદાહ આપવા માટે ચિતા તૈયાર કરી હતી પરંતુ ગામના લોકોએ ચિતા પણ ત્યાંથી હટાવી દીધી હતી. જેથી પરિવારજનોને મહિલાના અગ્નિસંસ્કાર તેમના ખેતરના એક ખૂણામાં કરવાની ફરજ પડી હતી. જાતિવાદને કારણે ગામના સ્મશાનમાં મહિલાના અંતિમ સંસ્કાર કરવા દીધા નહોતા.
નવસારીના ગણદેવી તાલુકામાંથી માતૃત્વને લજવતી ઘટના સામે આવી છે. જેમાં નિષ્ઠુર જનેતાએ જુના સિનેમા રોડ પાસેના બાપા સીતારામ મઢુલીની પાછળ પોતાની નવજાત દીકરીને મરવા માટે તરછોડી દીધી હતી. ભૂખ્યા સંભવિત શ્વાનના ટોળાએ બાળકીને ફાડી ખાતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. કેટલાક સ્થાનિકોએ બાળકીના મૃતદેહને જોતા તાત્કાલિક ગણદેવી પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા તાત્કાલિક બાળકીના મૃતદેહને ગણદેવી રેફરલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યું હતું. બાળકીના શરીરના અવશેષોને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ગણદેવી પોલીસે બાળકીને તરછોડનાર વાલી વારસની શોધખોળ શરૂ કરી છે અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજનની મદદથી કેસ ઉકેલવા તજવીજ શરૂ કરી છે.
સુરત સચિનમાં માતાએ તેમના બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્રણેયની હાલત ગંભીર હોવાથી તાબડતોબ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.