શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Heart Attack Death: જૂનાગઢમાં વધુ એક આશાસ્પદ યુવક ધબકાર ચૂકી ગયો, 29 વર્ષિય સંજય ગોહિલે ગુમાવી જિંદગી

રાજ્યમાં વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો છે. જૂનાગઢ પંથકના બાદલપુરમાં 29 વર્ષિય યુવકનું હાર્ટ એટકથી મોત થતાં પરિવાર સ્તબ્ધ છે.

Heart Attack Death:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે વધુ એક યુવક હાર્ટ અટેકની ભેટ ચઢી ગયો, જૂનાગઢ પંથકના બાદલપુરમાં 29 વર્ષિય યુવકની હાર્ટ એટકથી મોત થતાં પરિવાર સ્તબ્ધ છે. સંજયની ઉંમર માત્ર 29 વર્ષ જ હતી. સંજયે અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જો કે દુર્ભાગ્યવશ તેમને બચાવી શકાયો નહિ અને સારવાર દરમિયાન જ હાર્ટ અટેક આવી જતાં તેનું મોત થયું છે. મૃતક યુવક જૂનાગઢનો રહેવાસી છે પરંતુ ધંધાર્થે તે હાલ રાજકોટમાં રહેતો હતો. આશાસ્પદ યુવકના મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવાર કુળ દિપકના અચાનક નિધનથી સ્તબ્ધ છે.

તો બીજી તરફ રાજકોટમાં પણ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી છે.  રાજકોટમાં 15 વર્ષિય કિશોરનું હાર્ટ અટેકથી મોત થઇ ગયું.પૂજન નામનો આ કિશોર પિતાના બાઈક પાછળ બેસીને જઇ રહ્યો હતો. એ સમયે  યુવકને  ચાલુ બાઈકે હાર્ટ અટેક આવી જતાં તે ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું છે. 15 વર્ષીય પૂજનનું અચાનક મોત થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. પૂજન રાજકોટની શ્રદ્ધા સોસાયટીમાં  પરિવાર સાથે રહેતો હતો. પૂજન હૈદરાબાદ અભ્યાસ કરતો અને દિવાળી પરિવાર સાથે મનાવવા માટે રાજકોટ  આવ્યો હતો.

છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત

તારીખઃ 15 ઓક્ટોબર 2023

સ્થળઃ ઈચ્છાપોર, સુરત

માતાજીની મૂર્તિ લઈને પરત

ફરતા સમયે હાર્ટ એટેકથી મોત

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ પાદરા

યુવક ઓચિંતા ઢળી પડ્યો

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ ગોધરા

શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ

બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર

મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ

ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ વડોદરા

કારેલીબાગના 26 વર્ષીય યુવકનું

હાર્ટ એટેકથી નિધન

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ ઓલપાડ

42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર

બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ સુરત

સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને

છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો

તારીખઃ 10 ઓક્ટોબર 2023

સ્થળઃ જામનગર

ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા

દરમિયાન હાર્ટ એટેક આવતા મોત

તારીખઃ 5 ઓક્ટોબર 2023

સ્થળઃ સુરત

પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય

યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન

તારીખઃ 25 સપ્ટેમ્બર 2023

સ્થળઃ જામનગર

ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને

હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Fake IAS Arrested : અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મેહુલ શાહ નામના નકલી IASની ધરપકડIPL Auction 2025: આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કારણે ચૂંટણી હારી MVA! કોંગ્રેસના આ નેતાએ કર્યો મોટો દાવો
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કારણે ચૂંટણી હારી MVA! કોંગ્રેસના આ નેતાએ કર્યો મોટો દાવો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 
IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 
IPL Auction 2025: IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
Embed widget