શોધખોળ કરો

Mehsana Rain: ભારે વરસાદના કારણે બહુચરાજી BRC ભવનની કચેરી પાણીમાં ગરકાવ

હવામાન વિભાગની આગાહી વચ્ચે મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.  મહેસાણામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક દુકાનો મકાનોમાં વરસાદી પાણી ભરાયા છે.

મહેસાણા: હવામાન વિભાગની આગાહી વચ્ચે મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.  મહેસાણામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક દુકાનો મકાનોમાં વરસાદી પાણી ભરાયા છે.  બહુચરાજીની પ્રાથમિક શાળા અને બીઆરસી ભવનની કચેરી પાણીમાં ગરકાવ થઈ છે.  અધિકારીની ચેમ્બરમાં પણ બે ફૂટ જેટલા વરસાદી પાણી ફરી વળ્યા છે. 

મહેસાણામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.  જેના કારણે લોકો પરેશાન છે.  બહુચરાજી ખાતે આવેલ બહુચર પ્રાથમિક શાળા અને બીઆરસી ભવનની અંદર પાણી ભરાઈ જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.  બીઆરસી ભવનની અંદર બે ફૂટ પાણી ભરાયેલું જોવા મળે છે. 

બીજી તરફ બીઆરસી ભવનના અધિકારીના ઓફિસની અંદર પાણી ભરાઈ જતા અધિકારી પાણીમાં બેસેલા જોવા મળી રહ્યા છે.  વરસાદી પાણીનો નિકાલ ન થતાં ખુદ તાલુકાના અઘિકારીઓ પરેશાન છે. સરકારી ઓફિસમાં પાણી ફરી વળતા અધિકારીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે.   

ભરૂચ જિલ્લાના વાલિયામાં આભ ફાટ્યું

ભરૂચ જિલ્લાનું વાલિયા જ્યાં આભ ફાટ્યું હતું. મોડી રાત્રે વરસાદ વરસવાનું શરૂ થયું અને આજે સવાર સુધી વરસાદ વરસતો રહ્યો.  18 ઈંચ વરસાદ વરસતા વાલિયા જળબંબાકાર થયું હતું. જમીન ત્યાં જળના દ્રશ્યો સર્જાયા હતા. વાલિયા તાલુકાના ગામો બેટમાં ફેરવાયા હતા.  ગામને જોડતા માર્ગો જ પાણીમાં ડૂબી જતાં ગામ સંપર્કવિહોણા બન્યા હતા. ભરૂચ શહેર સહિત નેત્રંગ, અંકલેશ્વર સહિતના તાલુકા જળબંબાકાર થયા હતા. 

વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ચારે તરફ કીમ નદીના પાણી ફરી વળ્યા હતા.  ડહેલી ગામના કાછોટા ફળિયામાં પાણી ભરાતા 87 લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ડહેલી ગામમાં આવેલા મહાદેવના મંદિરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. વાલિયામાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાંથી કાર લઈ જવાનો પ્રયાસ કરનાર 2 ઈકો કારના ચાલક ફસાયા હતા. ટ્રેક્ટરની મદદથી બંને કારને બહાર કાઢવામાં આવી હતા. 

વાલિયા-માંગરોળને જોડતા માર્ગ પર ટોકરી નદીના પાણી ફરી વળ્યા હતા.  મેરા ગામ નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં એક ટ્રક પલટી ગઈ હતા.  સદનસીબે ટ્રકચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. વાલિયાના સોડ ગામના આદિવાસી ફળિયામાં પાણી ભરાયા હતા.  કીમ નદીના ધસમસતા પાણી ગામમાં ફરી વળ્યા છે.  

રાજ્યમાં ભારે વરસાદની કરાઈ છે આગાહી 

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના ભાગરુપે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે. જ્યારે સૌરાષ્ટ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પણ પાણી-પાણી થશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસશે. 

આજે ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
Embed widget