શોધખોળ કરો

Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરકના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

Weather Update:રાજ્યના વાતાવરણણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પલટો આવતા રાજ્યના 41 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  ભરઉનાળે રાજ્યના 41 તાલુકામાં તોફાની પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો.  પાંચ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નર્મદાના ગરૂડેશ્વરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી મહારાષ્ટ્ર ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં  ભારે પવન સાથે વરસાદથી વીજળી પડતા બેના મોત થયા છે. ગાજવીત સાથે વરસાદ પડતાં  249 ગામમાં  વીજ પુરવઠો ખોરવાયો છે. જો કે વરસાદના કારણે ઠંડક પ્રસરી જતાં અને તાપમાનનો પારો નીચે જતાં હાલ કાળઝાળ ગરમીથી રાહત મળી છે. જો કે કમોસમી વરસાદથી કેટલાક જિલ્લામાં  ખેતીના પાકને નુકસાન થયુ છે.

રાજ્યના ક્યાં જિલ્લામાં વરસ્યો વરસાદ

સોમવારે અમદાવાદમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં અમાદાવીઓને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. બપોર બાદ . 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા અનેક વિસ્તારોમાં ઉડી ધૂળની ડમરી ઉડી હતી. . વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે.  સોમવારે અમદાવાદમાં ફુંકાયેલા મિની વાવાઝોડાથી અલગ અલગ વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.  નરોડા, જોધપુર, થલતેજ, વસ્ત્રાપુર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં એક ડઝનથી વધુ વૃક્ષો  ધરાશાયી થયાં છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર  કચ્છ જિલ્લામાં જોવા મળી..ભારે પવન સાથે રાપરમાં ઉડી ધૂળની ડમરી.. તો ગાંધીધામ, અંજાર, આદિપુરમાં વરસ્યો કમોસમી વરસાદ.. કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતોને નુકસાનની ભીતી સેવી રહ્યાં છે.

ભારે પવન સાથે વરસાદ વરસતા નર્મદા જિલ્લામાં ભારે નુકસાન થયું છે. .. ડેડીયાપાડા, સાગબારા, રાજપીપળા શહેરના કાચા મકાનોના  પતરા ઉડ્યાં હતા. .. તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. .. ભુછાડમાં વીજળી પડતા વૃક્ષ બળીને ખાખ થઇ ગયા.પાટનગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા .  સેક્ટર 26માં મકાન પર લાગેલ મોબાઈલ ટાવર પણ  ધરાશાયી થયો હતો. તો કેટલાક ઠેકાણે વૃક્ષો  જમીનદોસ્ત થયા હતા. વંટોળ સાથે વરસાદ વરસતાં.  છોટા ઉદેપુરના નસવાડીમાં.. સ્ટેટ આર એન્ડ બીના જુના રેસ્ટ હાઉસના કમ્પાઉન્ડમાં વૃક્ષ ધરાશાયી થતા એક કાર ક્ષતિગ્રસ્ત થઇ હતી.બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં પવનની સાથે ઉડી ધૂળની ડમરી  તો  થરાદ પંથકમાં ભારે પવનને લીધે કેટલાક મકાન અને દુકાનોના ઉડ્યા પતરા. અમીરગઢ અને દાંતા પથંકમાં  કમોસમી વરસાદ વરસ્યો હતો..

પાકને નુકસાન

કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધારી છે.  પવન સાથે વરસાદ વરસતા કેસર કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. . બદલાયેલા મોસમના મિજાજથી આ વર્ષે ફક્ત બે લાખ મેટ્રિક ટન કેસર કેરીનું ઉત્પાદન થવાની શક્યતા છે.

હવાઇ સેવા પર થઇ અસર

અમદાવાદમાં ધૂળની ડમરી અને ભારે પવન ફુંકાતા અમદાવાદમાં વિમાની સેવાને અસર થઇ છે.  15 ફ્લાઈટ એકથી દોઢ કલાક સુધી મોડી પડી હતી.  તો ત્રણ ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી હતી. ખરાબ વેધરના કારણે  ચાર ફ્લાઈટને હવામાં જ ચક્કરમારવા પડ્યાં હતા. મુંબઈની ચાર ફ્લાઈટ અમદાવાદ ડાઈવર્ટ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Makar Sankranti 2026:મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Tata Nexon અને MG Windsor ઇલેક્ટ્રિક SUVને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવી Mahindra XUV 3XO EV, જાણો કિંમત અને ફીચર્સ
Tata Nexon અને MG Windsor ઇલેક્ટ્રિક SUVને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવી Mahindra XUV 3XO EV, જાણો કિંમત અને ફીચર્સ
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
Embed widget