શોધખોળ કરો

Dwarka: દ્વારકાના દરિયામાંથી ફરી પકડાયો નશાનો સામાન, 45 લાખની કિંમતનો ચરસ ભરેલુ બિનવારસી બૉક્સ મળ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ફરી એકવાર નશાના સામાન પકડાયો છે, જિલ્લાના રૂપેણ બંદરની નજીકથી બિનવારસી સ્થિતિમાં ચરસનો જથ્થો SOGએ જપ્ત કર્યો છે

Dwarka News: ફરી એકવાર રાજ્યમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનો સામાનો પકડાયો છે, આ વખતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાથી આ નશાના સામાન ઝડપાયો છે. જિલ્લાના રૂપેણ બંદર નજીકથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો પકડાયો છે, એસઓજીની ટીમે પેટ્રૉલિંગ દરમિયાન 45 લાખના ચરસના જથ્થાને પકડ્યો હતો, જોકે, આ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં એસઓજી ટીમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ફરી એકવાર નશાના સામાન પકડાયો છે, જિલ્લાના રૂપેણ બંદરની નજીકથી બિનવારસી સ્થિતિમાં ચરસનો જથ્થો SOGએ જપ્ત કર્યો છે. આ પહેલા પણ દ્વારકા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો પકડાયો હતો. આજે SOGના પેટ્રૉલિંગ દરમિયાન દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદરની આસપાસના દરિયાકાંઠેથી વધુ એક વખત ચરસનો મોટો જથ્થો પકડાયો હતો. સુરક્ષા એજન્સીઓએ દ્વારકા વરવાળા પાસે આવેલા દરિયાકાંઠેથી અંદાજે અડધા કરોડનો ચરસનો જથ્થો પકડી પાડ્યો છે. પેટ્રૉલિંગ દરમિયાન દ્વારકા SOGને એક પ્લાસ્ટિકનું પારદર્શક બૉક્સ મળ્યું હતુ, જેમાં 897 ગ્રામ ચરસ મળી આવ્યુ હતુ, જેની અંદાજિત કિંમત 44,85,000 છે, હાલમાં પોલીસે આ અંગે આગળ કાર્યવાહી હાથ ધરી છે.

આ પહેલા પણ વેરાવળ બોટમાંથી 350 કરોડનું ડ્રગ્સ  ઝડપાયું હતું 

ગીર સોમનાથ વેરાવળમાં થોડા દિવસ પહેલાં વેરાવળ બંદર પર એક બોટમાંથી  350 કરોડની કિંમતનું 50 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં  જામનગરના બેડીના અલ્લારખા નામના શખ્સનું નામ ખુલ્યું હતું. પોલીસ તેની ધરપકડ કરી વેરાવળ લાવી હતી.    અગાઉ બોટના ટંડેલ સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ હતી. આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું કે, ડ્રગ્સની હેરાફેરી ઓમાનના દરિયામાં થઈ હતી અને ડ્રગ્સ મોકલનાર ઈરાનમાં છે.

આ કેસમાં ઈશાક નામના શખ્સનું નામ ખુલ્યું હતું.  જે હાલ આફ્રિકામાં છે. તપાસ દરમિયાન બહાર આવ્યું કે જામનગરના બેડીમાં રહેતો અલ્લારખા ઈશાકના સંપર્કમાં છે.  એટલું જ નહીં અલ્લારખા ડ્રગ્સ લાવવાથી લઈ સપ્લાય સુધીનું નેટવર્ક સંભાળતો હતો.

આ પહેલા પણ વેરાવળ બંદર પર 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું

થોડા દિવસો પહેલા જ ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો હતો.  આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો.  આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો.  ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો છે. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો હતો. 

ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળ્યું હતું. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget