Earthquake: તાલાલા અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો, જાણો કેટલી હતી તીવ્રતા
ગીર સોમનાથ જિલ્લામાં મોડી સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો છે.

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં મોડી સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો છે. રાત્રે 9:10 મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.5 આંકવામાં આવી છે. કેન્દ્ર બિંદુ તાલાલાથી 19 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.
An earthquake of magnitude 3.4 struck Gir Somnath, Gujarat at 9:15 PM. The tremor occurred at a shallow depth of 5 kilometers, with the epicenter located at latitude 21.23°N and longitude 70.62°E
— IANS (@ians_india) June 8, 2025
(Picture Credit: National Center for Seismology) pic.twitter.com/qQHt8cW6Ib
ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તાલાલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની ધરા ધ્રુજી હતી. તાલાલા ગીરની નજીક આવેલા કોડિનાર તાલુકાના અનેક ગામડાઓમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપની તીવ્રતા શું છે -
રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઇટ શ્રેણીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.
ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો -
ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.





















