શોધખોળ કરો

જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વની સૂચના જાહેર, સમગ્ર ભરતી પ્રક્રિયા.....

Teaching Jobs Portal: જાહેરાતની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં: જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતાં તે શિક્ષકની સેવા સળંગ ગણવાપાત્ર રહેશે

  • જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરાઈ : સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરાશે
  • જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રહેશે
  • જાહેરાતની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં: જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતાં તે શિક્ષકની સેવા સળંગ ગણવાપાત્ર રહેશે

Education Department Recruitment: રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં(લઘુમતી સિવાય) ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આ ઠરાવની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં. એટલું જ નહિ, જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવાપાત્ર થશે અને જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતાં તે શિક્ષકની સેવા સળંગ ગણાશે. ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે કરેલ ફિક્સ પગારની નોકરીનો અનુભવ ગ્રાહ્ય રહેશે અને જૂના શિક્ષક તરીકે ભરતીની લાયકાત ઉમેદવારના શૈક્ષણિક અનુભવને આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે.

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગના ઠરાવમાં ૧:૩ના રેશિયાથી શિક્ષકોની ભરતી કરવાની જોગવાઇ હતી.  જુના શિક્ષકની આ ભરતી વર્ષ 2011માં થઇ હતી.  ત્યારબાદ વર્ષ 2016ની ભરતીમાં શિક્ષક તરીકેનો ફિક્સ પગારનો સમયગાળો ગણવો કે નહિ તે પ્રશ્નનું નિરાકારણ લાવવામાં આવ્યું છે. જેમાં વતનથી દુર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકને વતનનો તથા કુટુંબ સાથે રહેવાનો લાભ મળે અને સામાજિક જીવન અસ્ત વ્યસ્ત થતુ અટકે તેનો સરાહનીય નિર્ણય કરાયો છે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
Embed widget