પોરબંદરના એક ગામમાં જૂની અદાવતમાં આઠ રાઉન્ડ ફાયરિંગ, પોલીસે આરોપીની કરી ધરપકડ
પોરબંદર જિલ્લાના ભેટકડી ગામમાં અંધાધૂંધ આઠ રાઉંડ ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે ભરત ઓડેદરા નામના શખ્સની ધરપકડ કરી હતી
પોરબંદરઃ પોરબંદર જિલ્લાના ભેટકડી ગામમાં અંધાધૂંધ આઠ રાઉંડ ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે ભરત ઓડેદરા નામના શખ્સની ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, જિલ્લાના ભેટકડી ગામના સીમ વિસ્તારમાં ભરત ઓડેદરા નામના શખ્સે અગાઉની અદાવતમાં સામત ઓડેદરા નામના વ્યક્તિની ઘર પાસે આઠ રાઉંડ ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
Panchmahal: પૈસાદાર સાધુ મહાત્મા હોવાનો દંભ કરી ગાડી લઈ થઈ ગયો ફરાર
Panchmahal: પંચમહાલમાં પૈસાદાર સાધુ મહાત્મા હોવાનો દંભ કરી ઠગાઈ કર્યાની ફરિયાદ કાકણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપી 9 લાખ કિંમતની મહિન્દ્રા થાર ગાડી લઈ ફરાર થઈ ગયો હતો. રયાજીભાઈ પરમાર સાથે આરોપીએ મૌખિક જમીનનો સોદો કરી 1.75 કરોડ નાં PDC બેન્ક નાં ચેક આપી ઠગાઈ કરી હતી. બે દિવસ માટે ગાડી વાપરવા લઈ જવાનું જણાવી ફરિયાદીની મહિન્દ્રા થાર ગાડી લઈ ફરાર થયો હતો. કાકણપુર પોલીસે મૂળ રાજસ્થાન જયપુર જોટવાંડાનાં પ્રદીપ સિંહ પોપટજી જાડેજા સામે છેતરપિંડીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પંચમહાલમાં તાલીમાર્થી એસઆરપી જવાનોને ફુડ પોઇઝનિંગ અસર
પંચમહાલમાં તાલીમાર્થી એસઆરપી જવાનોને ફુડ પોઇઝનિંગની અસર થઈ હતી. સવારનો ચા નાસ્તો કર્યા બાદ એસઆરપી ગ્રુપ પાંચના 10 જેટલાં જવાનોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. અસરગ્રસ્ત તમામ એસઆરપી જવાનોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા જતાં યુવકે જીવ ખોયો
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામમાં અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નરાધમ હવસખોરે યુવતીને બચાવવા પડેલા યુવકની હત્યા કરી હતી. યુવકના ગુપ્તાંગ પર લાતો મારતા મોત થયું હતું. હત્યારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કપરાડામાં ગુરુવારે મળસ્કે દુષ્કર્મ કરવા પહોંચેલા હવસખોર યુવકને જોઈ યુવતીએ બુમાબુમ કરતા ઘરમાલિક મહિલા જાગી ગઈ હતી. તેણે તેના પુત્રને બચાવવા મોકલતા હવસખોરે યુવાનના ગુપ્તાંગના ભાગે લાત મારતા મોત નીપજ્યું હતું. કપરાડાના એક ફળિયામાં રહેતી યુવતી અસ્થિર મગજની યુવતી ઘરે હતી. ગુરુવારે ઘરના સભ્યો જમી-પરવારીના સૂઈ ગયા હતા ત્યારે ફળિયામાં જ રહેતો વાસનાલોલૂયપ આરોપી નવસુ જમસુ વઢાળી (ઉ.વ.55) અને ત્રણ સંતાનોના પિતાની દાનત બગડી હતી. વહેલી સવારે બે વાગે તેણે યુવતી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તે જાગી જતાં તેણે બૂમો પાડી હતી. મહિલાએ જાગીને લાઇટ ચાલુ કરીને જોતાં આરોપીએ યુવતીનું મોઢું દબાવી રાખ્યું હતું. જેથી તેણે પોતાના પુત્રને બુમો પાડી હતી. સ્થળ પર દોડી આવેલા મહિલાના પુત્ર અને આરોપી વચ્ચે ઝપાઝપી થતાં આપી નીચે પડી ગયો હતો. યુવાને આરોપીનો એક પગ પકડી લીધો હતો, તે સમયે નીચે પડેલા આરોપીઓ યુવાનના ગુપ્તાંગના ભાગે જોરથી ઉપરાછાપરી લાતો મારતાં નીચે ઢળી પડ્યો હતો અને બેભાઈન થઈ ગયો હતો બાદમાં તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલી કપરાડા પોલીસે મૃતદેનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.