Gram Panchayat Election 2025: ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર, 22 જૂને મતદાન, 25 જૂને આવશે પરિણામ
Gram Panchayat Election 2025: ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે, આજે બપોરે રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ યોજીને ચૂંટણી માટે જાહેરાત કરી છે

Gram Panchayat Election 2025: ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી પંચ માટે જાહેરાત કરવામાં આવી છે, આજે બપોરે રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને ગુજરાતમાં 8 થી વધુ ગ્રામ પંયાયતો માટેની ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણીની જાહેરાત કરતાં ચૂંટણી અધિકારી પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, આગામી 22 જૂને રાજ્યની 8 327 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે, અને પરિણામ 25 જૂને આવશે.
ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઇ જશે. તાજા અપડેટ પ્રમાણે, 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે, જ્યારે 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસે રહેશે, 10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી થશે, 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. રાજ્યમાં 8 હજાર 326 પંચાયતોની બેલેટ પેપરથી યૂંટણી યોજાશે. 22 જૂને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.
ખાસ વાત છે કે, 5 હજાર 115 સરપંચોની બેઠક પર મતદાન થશે. 44 હજાર 850 વોર્ડ, 16 હજાર 500 મતદાન મથકો સજ્જ કરાયા છે. 28 હજાર 300 જેટલી મતપેટીઓ છે, 1 કરોડ 30 લાખથી વધુ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. 27 ટકા OBC અનામત લાગુ થયા બાદ પ્રથમવાર પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. કડીના બે તાલુકામાં અને વિસાવદરના ચાર તાલુકામાં પંચાયતની ચૂંટણી યોજાશે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની કુલ 75 પંચાયતોની ચૂંટણી આમાં યોજાશે.
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ
પંચાયતની ચૂંટણીને લઇને ચૂંટણી કમિશનર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેક્ટર સાથે રિવ્યૂ બેઠક કરશે. ત્યારબાદ રાજ્ય ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ દરમિયાન ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ OBC અનામતની અમલવારીના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી. જોકે, હવે OBC અનામતની રોટેશનની કામગીરી પૂર્ણ થતાં ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, પંચાયતોની ચૂંટણીમાં EVMનો ઉપયોગ થશે નહીં. તેમજ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ 4 હજાર ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ 1400 પંચાયતોની મુદ્દત 30 જૂને પૂર્ણ થઈ રહી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી હતી
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં OBC માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. ત્યારે આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાવવામાં આવી હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા અધિકારીઓને આદેશ
અગાઉ રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા કલેકટરો, પ્રાંત અધિકારીઓને પત્ર લખીને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા આદેશ કર્યો હતો. જેમાં મતદાન મથકો મંજૂર કરવા અને તેની ચકાસણી કરી પ્રમાણપત્રો મેળવી લેવા આદેશ કરવામાં આવ્યો હતો. તેમજ તે ઉપરાંત કલેકટરને લખાયેલા આ પત્રમાં ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારી તરીકે નાયબ મામલતદારો, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ તેમજ ચૂંટણી કામગીરીના અનુભવી કર્મચારીની નિયુક્તિ કરવાની રહેશે.





















