શોધખોળ કરો

Chotaudepur : આ રાજવી પરિવારના પેલેસમાં ઝડપાઈ વીજ ચોરી, MGVCL એ ફટકાર્યો લાખોનો દંડ

છોટાઉદેપુર: રાજવી પરિવારના પેલેસમાં વીજ ચોરી ઝડપાઈ છે. કુસુમ વિલાસ પેલેસ ઉપર વીજ ચોરી પકડાઈ છે. MGVCL એ વીજ ચોરી મામલે 16.56 લાખનો દંડ  ફટકાર્યો છે.

છોટાઉદેપુર: રાજવી પરિવારના પેલેસમાં વીજ ચોરી ઝડપાઈ છે. કુસુમ વિલાસ પેલેસ ઉપર વીજ ચોરી પકડાઈ છે. MGVCL એ વીજ ચોરી મામલે 16.56 લાખનો દંડ  ફટકાર્યો છે. જયપ્રતાપસિંહ વીરેન્દ્ર સિંહ ઉર્ફે મોટું રાજા સામે આ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે. ગત 2જી ફેબ્રુઆરી એ MGVCL ની ચેકીંગમાં સીધા લંગર નાખી વીજળીનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી હતી.

ગુજરાતમાં આ 3 દિવસે વરસાદની આગાહી

ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે અને પડતા પર પાટુ જેવા હાલ ખેડૂતોના થયા છે. ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં માવઠાની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના બાગાયતી તેમજ કઠોળ અને ધન્ય પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.

હવામાન વિભાગ દ્વારા 5,6,7 માર્ચના રોજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદે અને દક્ષિણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં 38 થી 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યાતા છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ માવઠાની અસર જોવા મળશે એવું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે. જેના કારણે સાવચેતીના ભાગરૂપે નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને પહેલેથી તાકીદ કરવામાં આવી છે. નવસારી જીલ્લો એ બાગાયતી વિસ્તાર ગણાય છે અને મુખ્યત્વે કેરી, ચીકુ, ડાંગર અને શાકભાજીના પાકો અહીંયા ખેડૂતો દ્વારા લેવામાં આવે છે જેમાં કોઈ પણ વધુ નુકસાની ન થાય એના માટે ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે ગાઈડલાઈન બહાર પાડી છે. 

રાજ્યમાં છેલ્લા એક દાયકાથી ઉનાળાની શરૂઆત પહેલા માવઠાની અસર જોવા મળે છે. બદલાઈ રહેલા વાતાવરણની અસરથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. આ વખતે કેરીનું ફ્લાવરિંગ સારું છે પરંતુ ભેજવાળું વાતાવરણ છેલ્લા બે દિવસથી રહેતા કેરીના પાકમાં ખરણ જોવા મળી રહ્યું છે, એવામાં જો કમસમી વરસાદ અથવા માવઠું પડે તો આ વખતે પણ કેરીનો પાક નિષ્ફળ જાય એવી શક્યતા ખેડૂતો લગાવી રહ્યા છે. તો બીજી તરફ આ માવઠાની અસર ડાંગર અને શેરડીના પાક પર નહિવત જોવા મળશે એવું હવામાન નિષ્ણાંતો માની રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget