શોધખોળ કરો

કોરોનામાંથી ઉભરી આવેલ ગુજરાતના આ ધારાસભ્યોએ કહ્યું- સંપૂર્ણ લોકડાઉન જ ઇલાજ છે આંશિક lockdownથી કંઈ નહીં થાય

દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો પણ કોરોનાના હાહાકારથી બાકાત રહ્યો નથી, સ્થિતિ એવી છે કે તંત્ર એક જોડે અને પરિસ્થિતિમાં તેર તૂટે છે.

વલસાડ જિલ્લામાં જે પ્રમાણે કોરોના વધી રહ્યો છે તેને લઈને હવે વલસાડના ધારાસભ્યો પણ એવું કહી રહ્યા છે કે સંપૂર્ણ lockdown એ જ ઈલાજ છે હાલ આંશિક lockdown થી કોરોનાના કેસમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી અને કેસ રોજ વધી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો પણ કોરોનાના હાહાકારથી બાકાત રહ્યો નથી, સ્થિતિ એવી છે કે તંત્ર એક જોડે અને પરિસ્થિતિમાં તેર તૂટે છે. તમામ પ્રયાસો કર્યા બાદ પણ કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે કોરોનામાંથી જ ઉભરીને આવેલા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ બંને વલસાડ ને બચાવવવા માટે સંપૂર્ણ લોકડાઉનની માગ કરી રહ્યા છે. વલસાડના ધારાસભ્ય ભરત પટેલનું માનવું છે કે આંશિક લોકડાઉન નિષ્ફળ ગયું છે અને કાપડના વેપારીઓ અને દાણા બજાર ધમધમતું રહેતા લોકડાઉન સદંતર નિષ્ફળ ગયું છે. આ સાથે તેઓ એ લોકોને અપીલ પણ કરી છે કે ગામડેથી વલસાડ હાલ પૂરતી લોકો ખરીદી કરવા ન આવે કારણ કે સ્થિતિ ગંભીર છે.

વલસાડ જિલ્લાના બન્ને ધારાસભ્યોનો પરિવાર કોરોના માંથી પસાર થયા હતા અને અગાવ મંત્રી રમણ પાટકર પણ કોરોના ગ્રસ્ત થયા હતા. બધાએ મુખ્ય મંત્રીને રજુઆત કરી છે કે છેવાળાના જિલ્લા વલસાડની અવગણના ન થાય, વલસાડ જિલ્લામાં ઓક્સિજનથી લઈને આરોગ્યના કર્મચારિયોની પણ ઘટ છે જેની તમામ રજુઆત કરવામાં તો આવી છે. પણ સ્પષ્ટ વાત એ છે કે અન્ય અધિકારીઓ પોતાનું પ્રભુત્વ વાપરી લે છે અને બધી સુવિધાઓ પોતાના વિસ્તારમાં લઇ લે છે જેને લઈને વલસાડ જિલ્લા એ ભોગવવું પડ્યું છે.

નોંધનીય છે કે, ગઈકાલે  રાજ્યમાં 14352 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે ગઈકાલે કોરોનાના  14340 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 170 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6656  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે.

રાજ્યમાં ગઈકાલે 7803 લોકોએ કોરોનાને મ્હાત આપી છો. તેની સાથે અત્યાર સુધી 3,90,229 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 27 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,840  પર પહોંચ્યો છે. જેમાંથી 418 લોકો વેન્ટિલેટર પર અને 1,27,422 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, આણંદ 1, અરવલ્લી 4, બનાસકાંઠા 5, ભરૂચ 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશન 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, દાહોદ 2, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 9, જામનગર કોર્પોરેશન 9, જૂનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 3, કચ્છ 12, મહીસાગર 2, મહેસાણા 4, મોરબી 7, પંચમહાલ 1, પાટણ 4, રાજકોટ 4, રાજકોટ કોર્પોરેશન 9, સાબરકાંઠા 6, સુરત 4, સુરત કોર્પોરેશન 23, સુરેન્દ્રનગર 5, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 10 અને વલસાડ 3 મોત સાથે કુલ 170 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદમાં 56,  અમદાવાદ કોર્પોરેશનમાં 5669, અમરેલી 188,  આણંદ 124, અરવલ્લી 86, બનાસકાંઠા 224, ભરૂચ 175, ભાવનગર 124, ભાવનગર કોર્પોરેશન 233, બોટાદ 53, છોટા ઉદેપુર 69, દાહોદ 216, ડાંગ 22,દેવભૂમિ દ્વારકા 40, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 165,  ગીર સોમનાથ 126, જામનગર 299, જામનગર કોર્પોરેશન 398, જૂનાગઢ 128, જૂનાગઢ કોર્પોરેશન 133, ખેડા 157,  કચ્છ 177, મહીસાગર 166, મહેસાણા 469, મોરબી 68, નર્મદા 58, નવસારી 128,  પંચમહાલ 107, પાટણ 210, પોરબંદર 47, રાજકોટ 82, રાજકોટ કોર્પોરેશન 452, સાબરકાંઠા 106, સુરત 411, સુરત કોર્પોરેશન 1858, સુરેન્દ્રનગર 262, તાપી 151,  વડોદરા 229, વડોદરા કોર્પોરેશન 402 અને વલસાડ 124  કેસ સાથે કુલ 14352  કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,11,122 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,11,484 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,16,22,606 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14352 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7803 લોકો સ્વસ્થ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
Embed widget