શોધખોળ કરો
Advertisement
લોકડાઉન 4.0માં રાજ્ય સરકારે આપી વધુ છૂટછાટ, જાણો સરકારે શું કર્યો મહત્ત્વનો નિર્ણય
રાજ્યમાં લોકડાઉન દરમિયાન આપવામાં આવેલ છૂટછાટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હોવાનું ધ્યાનમાં આવતા આ ઓડ ઇવનની પદ્ધતિ અપનાવવામાં આવી હતી.
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લૉકડાઉન વચ્ચે લોકો અને વેપારીઓને આંશિક રાહત આપવામાં આવી છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને ઓડ-ઈવનમાંથી મુક્તિ મળી છે. હવે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો દરરોજ ખોલી શકાશે. આ અંગે ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.
સમગ્ર રાજ્યમાં લોકડાઉન 4માં ઘણી છૂટછાટો આપવામાં આવી છે ત્યારે નો કન્ટેનમેન્ટ ઝોનમાં શરતોને આધીન કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જોકે ગુજરાતમાં દુકાનો ખોલવાને લઈને સરકારે દિલ્હીની જેમ ઓડ ઇવન પદ્ધતિ અપનાવી હતી. જોકે આ નિર્ણયને કારણે કેટલીક મુશ્કેલી પડી રહી હતી જેને જોતા હવે સરકારે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને આ પદ્ધતિમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનોને ઓડ ઇવન લાગુ નહીં પડે તેઓ દરરોજ દુકાનો ખોલી શકશે.
રાજ્યમાં લોકડાઉન દરમિયાન આપવામાં આવેલ છૂટછાટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હોવાનું ધ્યાનમાં આવતા આ ઓડ ઇવનની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જોકે હવે જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો માટે આ નિયમ લાગુ નહીં પડે.
આ સિવાય પેટ્રોલ પંપને લઈને પણ રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. હવેથી હાઈવે પર આવેલા પેટ્રોલપ પંપ સમય મર્યાદા વગર કોઈપણ સમયે ખુલી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
Advertisement