Patan: અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર બેઠા રાજ્યના આ વિસ્તારના ખેડૂતો, કહ્યું, નહીં તો અમારે હિજરત કરવાનો આવશે વારો
પાટણ: સાંતલપુર તાલુકાના પાંચ જેટલાં ગામના ખેડૂતો કેનાલમાં સિંચાઈના પાણીની માંગ સાથે વારાહી મામલતદાર કચેરીએ ભૂખ હડતાલ પર બેઠા છે.
પાટણ: સાંતલપુર તાલુકાના પાંચ જેટલાં ગામના ખેડૂતો કેનાલમાં સિંચાઈના પાણીની માંગ સાથે વારાહી મામલતદાર કચેરીએ ભૂખ હડતાલ પર બેઠા છે. ખેડૂતોની માંગ છે કે આ વિસ્તારમાં કેનાલ બનાવી ત્યારથી લઈ આજ દિન સુધી પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે અને હીજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી જ્યાં સુધી સમસ્યા હાલ નહીં થાય ત્યાં સુધી પાંચ ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર બેઠા છે.
સરકાર દ્વારા છેવાડાના ખેડૂતોની ચિંતા કરી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને તે હેતુથી નર્મદાની કેનાલો બનાવી હતી જેથી ખેડૂતોને દરેક સીઝનમાં સિંચાઈ માટે સમયસર પાણી મળી રહે અને ખેડૂતો વર્ષમાં બેથી ત્રણ વખત અલગ અલગ પાકની ઉપજ મેળવી આર્થિક પગભર બને. પરંતુ સિંચાઈ વિભાગના અણઘડ વહીવટને કારણે પાટણ જિલ્લાની કેટલીય કેનાલો માત્ર કાગળ પર જ સલામત છે પરંતુ સ્થળ પર ન તો કેનાલ છે કે ન તો ખેડૂતોને પાણી મળે છે. જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે ત્યારે આજ મુદ્દે સાંતલપુર તાલુકાના દહીંગામડા,પરશુંદ,છાણસરા,સીધાડા સહીતના ગામોના ખેડૂતો આજે કેનાલમાં પાણીની માંગ સાથે મામલતદાર કચેરીએ અનિશ્ચિત ભૂખહડતાલ પર બેઠા છે.
જેમાં ખેડૂતોનો માંગ છે કે આં વિસ્તારમાંથી પસાર થતી "પરસુંદ ડીસ્ટ્રીક કેનાલ " જે બનાવી ત્યારથી લઈ આ વિસ્તારના ખેડૂતોએ આજદિન સુધી કેનાલમાં પાણી નથી જોયું એટલે કે કેનાલમાં આજદિન સુધી પાણી છોડવામાં નથી આવ્યું જેને લઈ આ વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય દશામાં મૂકી જવા પામી છે. કેમ કે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે રહે એવું બીજો કોઈ સ્ત્રોત નથી માત્ર ચોમાસુ આધારિત ખેતી કરી શકે છે એ પણ સારો વરસાદ થાય તો નહી તો ખેતરો વાવેતર કર્યા વિના વિરાન પડ્યા રહે છે.
પરસુંદ ડીસ્ટ્રીક કેનાલમાં પાણી છોડવા બાબતે ખેડૂતો એ ભૂખ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. ખેડતો જણાવી રહ્યા છે કે, જે સમય એ કેનાલ બની રહી હતી ત્યારે ખેડૂતોને સમય સર સિંચાઈનું પાણી મળી રહેશે અને પાક ઉત્પાદન સારું મેળવી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બનશે પરંતુ આં વિસ્તારમાં કેનાલ બની ત્યારથી લઈ આજદિન સુધી પાણી મળ્યું નથી જેના કારણે આં વિસ્તાર પાણી વિના હીજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેનાલમાં છેલ્લા કેટલા વર્ષથી સફાઈ કરી નથી એટલે જ્યાં જુઓ ત્યાં ઝાડી ઝાખર ઉગી નીકળ્યા છે કેનાલ નાળા બ્લોક થયા છે અને કેનાલમાં પાણી આવે તેવી કોઈ જ સ્થતિનથિ એટલે ખેડૂતોની માંગ છે કે સત્વરે કેનાલ રીપેર કરે જેમાં કેનાલને ઊંડી અને પહોળી કરે તો જ પાણી મળી શકે.