ખેડૂત નેતા રાકેશ ટિકેતની ગુજરાતમાં એન્ટ્રી, જાણો ક્યા દિગ્ગજ નેતા ટિકેતને મળવા અંબાજી પહોંચ્યા ?
5 એપ્રિલે ગાંધી આશ્રમની (Gandhi Ashram) મુલાકાત લેશે. કરમસદમાં સરદાર સ્મારકની (Sardar Smarak) મુલાકાત લેશે અને બારડોલીમાં કિસાન સંમેલનને સંબોધન કરશે.
અંબાજીઃ ખેડૂત નેતા રાકેશ ટિકેતનું (Rakesh Tikait) ગુજરાતમાં (Gujarat) આગમન થઈ ચુક્યું છે. તેઓ છાપરી બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશ્યા હતા. ગુજરાત પોલીસની 8 ગાડીનો કાફલો તેમની સાથે છે. તેઓ અંબાજી પહોંચી ગયા છે. અંબાજી (Ambaji) દર્શન કર્યા બાદ તેઓ પાલનપુરમાં ખેડૂતો સાથે સંવાદ કરશે. રાકેશ ટિકેત ગુજરાતના ખેડૂતો સાથે ચર્ચા પણ કરશે. અંબાજી સર્કિટહાઉસ પહોંચેલા ખેડૂત નેતા રાકેશ ટિકેત સાથે મુલાકાત કરવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચી ગયા છે. ટિકેતના ગુજરાત પ્રવાસને સફળ બનાવવા બાપુએ એડીચોટીનું જોર લગાવ્યું છે.
ગુજરાતના ખેડૂતોને અન્યાય
કિસાન નેતા રાકેશ ટિકૈતે ગુજરાતમાં છાપરીથી પ્રવેશ કર્યો હતો. જેમાં ખેડૂતોએ હળ આપી તેમનું સ્વાગત કર્યું હતું. સુરક્ષાને લઇને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કિસાન નેતા રાકેશ ટિકેત ટ્રેન મારફતે રાજસ્થાનના આબુરોડ પહોંચ્યા હતા. તેમજ સાથે ખેડૂત આગેવાનો પણ જોડાયા છે. તેમજ તેમણે જણાવ્યું કે આખા દેશમાં ખેડૂત આંદોલન (Farmers Protests) થશે. તેમજ ગુજરાતના ખેડૂતોને અન્યાય થાય છે. ખેડૂતોની સમસ્યાઓ માટે હું ગુજરાત આવ્યો છુ. કાલે બારડોલીમાં પબ્લિક મીટીંગ છે. સરકારના ત્રણ કાળા કાયદા છે તેમાં સરકાર ખેડૂતોના પાકને સસ્તામાં લુંટવાની યોજના બનાવી રહી છે. તે વાત ખેડૂતોને બતાવી છે.
રાકેશ ટિકેતનો ગુજરાત કાર્યક્રમ
4 એપ્રિલે અંબાજી (Ambaji) દર્શન કરી બે દિવસના પ્રવાસની શરૂઆત કરશે. જે બાદ પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે અને ઊંઝામાં પાટીદારના કુળદેવી ઉમિયા માતાને (Umiya Mata) શીશ નમાવશે. જ્યારે ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરશે. 5 એપ્રિલે ગાંધી આશ્રમની (Gandhi Ashram) મુલાકાત લેશે. કરમસદમાં સરદાર સ્મારકની (Sardar Smarak) મુલાકાત લેશે અને બારડોલીમાં કિસાન સંમેલનને સંબોધન કરશે.