શોધખોળ કરો

Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ

Accident: સોમવાર સવારે સોમનાથ હાઇ વે પર બે કાર વચ્ચે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. એક કારમાં પાંચ તો અન્ય બીજી કારમાં 2 લોકો સવાર હતા. માળિયા હાટીના નજીક પુલ નીચે આ ઘટના સર્જાઇ હતી

Accident:  જેતપુર- સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 7 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ નિપજ્યાં છે. કારની ટક્કર એવી જોરદાર હતી કે, ઘટનાસ્થળે જ 7 લોકોના મોત થયા છે.  અકસ્માત જૂનાગઢના ભંડુરી નજીક માર્ગમાં સર્જાયો હતો. એક કારમાં પાંચ વ્યકિત તો બીજી કારમાં બે વ્યકિત સવાર હોવાની માહિતી મળી છે.  સાત લોકોના મોતથી જેતપુર- સોમનાથ હાઈવે પર હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાયો હતો. તમામ મૃતકોના મૃતદેહને માળિયા હાટિના સરકારી હોસ્પિટલ લઇ જવાયા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો  હતો. 

આ પહેલા તાજેતરમાં જ ગીર સોમનાથ નજીક  કોડીનાર ફોરટ્રેક હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.  બે ટ્રક સામ સામે અથડતા . ઉમ્બરી ગામમાં  ફાટક નજીક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક ટ્રક ચાલકના  પગ કપાઇ ગયા હતા. જ્યારે અન્ય એક ટ્રક સવારનો ચમત્કારિક બચાવ થયો હતો. 

તો બીજી તરફ સુરત ઓલપાડના ઓલપાડના અટોદરા ગામે  હૃદય કંપાવનારી ઘટના  બની છે. 2 વર્ષની બાળકી કાર નીચે કચડાઈ  જતાં મૃત્યુ થયું છે. સ્વર્ગ રેસિડેન્સીમાં બાળકી ઘર બહાર રમી રહી હતી. આ દરમ્યાન કાર ચાલકની બેદરકારી ને કારણે  બાળકી કાર નીચે કચડાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. બાદ  બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પરંતુ કમનસીબે સારવાર મળે એ પહેલાં  જ મત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સુરતના ઓલપાડ પોલીસે ચાલકની ધરપકડ કરી હતી. કાર ચાલક પણ એ જ  સ્વર્ગ રેસિડેન્સીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

અંકલેશ્વર નજીક હાઇવે પર  વધુ એક એકવાર અકસ્માત સર્જાયો હતો. આમલાખાડી ઓવર બ્રિજ નજીક એસ.ટી.બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ પલટી જતા મુસાફરો બસમાં ફસાયા હતા. સ્થાનિકો અને પોલીસે બસમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો હતા.                                                   

ટોપ સ્ટોરી

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget