શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં બર્ડ ફ્લૂની દહેશત, જાણો ક્યા-ક્યા જિલ્લામાં નોંધાયા બર્ડ ફ્લૂના કેસ
5 જાન્યુઆરીએ જૂનાગઢના માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ પાસેથી 53 પક્ષીઓનાં મૃતદેહ મળી આવ્યા હતા.
રાજ્યમાં બર્ડ ફ્લૂથી લોકોની ચિંતામાં વધારો થયો છે. અત્યારસુધી રાજ્યમાં જૂનાગઢ, સુરત, વલસાડ અને વડોદરામાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. સુરત, જૂનાગઢ અને વલસાડ બાદ વડોદરાના સાવલીના વસંતપૂરા ગામમાં બર્ડ ફ્લૂની પુષ્ટી થઈ છે. ભોપાલમાં મોકલેલા મૃત કાગડાના બર્ડ ફ્લુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વસંતપુરા ગામમાં 30 કાગડાનાં મૃત્યુ બાદ 5 સેમ્પલ ભોપાલમાં રિપોર્ટ માટે મોકલવામાં આવ્યાં હતાં. જ્યાં 3 કાગડા રિપોર્ટ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા છે. સુરતના બારડોલીના મઢી ગામે બર્ડ ફ્લૂના 2 કેસ નોંધાયા છે. અહીં 5 દિવસ અગાઉ મઢી રેલ્વે ક્વાટર્સ નજીકથી 4 કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેમાંથી 2 કાગડાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
5 જાન્યુઆરીએ જૂનાગઢના માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ પાસેથી 53 પક્ષીઓનાં મૃતદેહ મળી આવ્યા હતા. જે પૈકી એક ટિટોડીનું મોત બર્ડ ફ્લૂથી થયાનો રિપોર્ટ આવ્યો હતો. વલસાડમાં અટગામના નહેર પાસે રીઝવર્ડ ફોરેસ્ટ વિસ્તારમાં કેટલાક કાગડાઓના મોત થયા હતા. તેના સેમ્પલ વધુ તપાસ માટે ભોપાલમાં ટેસ્ટ માટે મોકલાયા હતા. જેમાં બર્ડ ફલૂથી મોત થયાની પુષ્ટી થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement