શોધખોળ કરો

Valsad: 5 દિવસ બાદ હતા પુત્રીના લગ્ન, ત્યારે જ દીકરી અને માતા ઘરમાંથી ગુમ થતા ખળભળાટ

વલસાડ:  ગુજરાત મોડેલની ચર્ચા આખા દેશમાં થાય છે ત્યારે આર્થિક પ્રશ્નને લઈને એક દીકરીના લગ્ન અટક્યા હોય તેવા પહેલો કિસ્સો બન્યો છે. હાલ તો એક માતાએ બંને પુત્રી સાથે જેમાંથી એક પુત્રીના લગ્ન થવાના હોય તેની સાથે પોતાનું ઘર પણ છોડી દીધું છે.

વલસાડ:  ગુજરાત મોડેલની ચર્ચા આખા દેશમાં થાય છે ત્યારે આર્થિક પ્રશ્નને લઈને એક દીકરીના લગ્ન અટક્યા હોય તેવા પહેલો કિસ્સો બન્યો છે. હાલ તો એક માતાએ બંને પુત્રી સાથે જેમાંથી એક પુત્રીના લગ્ન થવાના હોય તેની સાથે પોતાનું ઘર પણ છોડી દીધું છે. આ ઘટના સામે આવી છે વલસાડના ખેરલાવ વિસ્તારમાં.

આ અંગે વિગતે વાત કરીએ તો, ખેરલાવ સામર ફળિયામાં રહેતા રસિકભાઈ રડકાભાઈ પટેલની ત્રણ દીકરીઓ પૈકી વચલી દીકરી હિરલના લગ્ન અંભેટી  ખાતે નક્કી થયા હતા અને આજથી પાંચ દિવસ બાદ એટલે કે, તારીખ 27 5 2023 ના રોજ લગ્ન લેવાના હોય તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. તારીખ 25/ 5/ 2023  એટલે કે આજે ચાંદલાની વિધિ હોય પિતા રસિકભાઈ હોંસે હોંસે મંડપ બાંધવાની તૈયારી કરી રહ્યા હતા.અને એ જ સમયે માતા મંજુલા તથા બંને દીકરી હિરલ અને સાલીની ત્રણેય પિતા રસિકભાઈને અંબાચ બ્યુટી પાર્લરમાં જઈએ છીએ કહી ઘરેથી નીકળી હતી.

જો કે, સાંજ થવા છતાં ત્રણે માતા પુત્રીઓ ઘરે પરત ન ફરતા પિતા રસિકભાઈએ પુત્રી હિરલને મોબાઈલ ફોન કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતા  કઇક  અજુક્તું બન્યું હોવાનું સમજી સમગ્ર લગ્નનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. કુટુંબીઓ ત્રણેય માતા પુત્રીઓને શોધવામાં જોડાયા હતા. અનેક જગ્યાએ સગા સંબંધીઓના ઘરે શોધી થાક્યા બાદ પિતા રસિકભાઈએ આજે પારડી પોલીસ સ્ટેશન આવી આ ત્રણેય માતા પુત્રીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

હવે આ સમગ્ર મામલાને લઈને દુલ્હન અને માતા પુત્રી ત્રણેય લોકો મળી આવ્યા છે. માતા તેની બંને પુત્રીને લઈને પોતાના પિયરમાંથી મળી આવ્યા છે. એબીપી અસ્મિતા દ્વારા માતા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, દીકરીના લગ્ન રાજી ખુશીથી ગોઠવ્યા હતા પરંતુ પૈસાની સગવડ ન થતા આર્થિક બાબતને લઈને તેઓ માનસિક દબાણમાં આવી ગયા હતા અને તેઓએ ઘર છોડી મૂક્યું હતું. તેમના દ્વારા બંને દીકરી હિરલ અને સાલીનીને  લઈ વાપી તરફ પ્રયાણ કર્યા હતું અને ત્યારબાદ તેઓ તેમના પિયરમાં આવ્યા હતા. જ્યાં પણ તેઓ આવ્યા બાદ તેમને કોઈ શોધવા આવ્યું હોય અને તેમને મારશે તેવા ડરથી તેઓ ઘર બહાર જ રહ્યા હતા અને આખી રાત જ બહાર વિતાવી હતી. 

માત્રને માત્ર દીકરી હિરલના લગ્નમાં આર્થિક પ્રશ્નો અને પતિ સાથેની બોલાચાલીને લઈને તેમણે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. હાલ તો લગ્ન પ્રસંગ મોકૂફ જ રાખવામાં આવ્યો છે પરંતુ આર્થિક પ્રશ્નને લઈને આજે એક દીકરીના લગ્ન ન થઈ શક્યા હોવાનું દેખાઈ આવે છે.. પારડી પોલીસ દ્વારા માતાને દીકરીનું નિવેદન લઈ હાલ વધુ તપાસ હાથ ધરાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?
Gold-Silver Price: ચાંદીમાં ₹2.03 લાખનો રેકોર્ડ તોડ કડાકો! સોનું પણ થયું સસ્તું, જાણો નવા ભાવ
Gold-Silver Price: ચાંદીમાં ₹2.03 લાખનો રેકોર્ડ તોડ કડાકો! સોનું પણ થયું સસ્તું, જાણો નવા ભાવ
CERC લેબ ટેસ્ટમાં મોટો ધડાકો: ₹5-10 ના પડીકા બાળકોના હૃદય અને પેટને કેવી રીતે કરે છે બીમાર?
CERC લેબ ટેસ્ટમાં મોટો ધડાકો: ₹5-10 ના પડીકા બાળકોના હૃદય અને પેટને કેવી રીતે કરે છે બીમાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget