Rain Forecast: દેશના પૂર્વ અને પશ્ચિ સહિત આ વિસ્તારના રાજ્યોમાં અનરાધાર વરસાદની આગાહી, હાઇ એલર્ટ પર 13 જિલ્લા
Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાંઆજે ભારે વરસાદનું અનુમાન છે.
Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ દેશના પૂર્વ અને પશ્ચિમ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ગોવામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
દિલ્હીમાં વરસાદ અને તાપનો ખેલ ચાલુ છે.એક બાજુ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. તો પર્વતોમાં ભૂસ્ખલન સાથે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. આસામ, પશ્ચિમ બંગાળ તેમજ કોલ્હાપુર અને મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તે છે. કોલ્હાપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે જિલ્લાના 83 ડેમ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઓડિશામાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે 13 જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખ્યા છે. આવો જાણીએ કે દેશના વિવિધ રાજ્યોમાં કેવું રહેશે હવામાન.
યુપીમાં, શનિવારે સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો હતો. જો કે, વરસાદ બાદ તડકા આવતા લોકો ઉકળાટથી પરેશાન થયા હતા. દિવસભર ભેજના કારણે લોકો પરેશાન રહ્યા હતા. શનિવારે દિવસનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાત્રિનું તાપમાન પણ 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લખનૌના હવામાનમાં અત્યારે કોઈ ખાસ ફેરફાર થશે નહીં. રવિવારે પણ શહેરમાં અંશતઃ વાદળછાયું આકાશ રહેશે અને છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. તાપમાનમાં થોડો વધારો પણ થઈ શકે છે. હવામાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક એમ ડેનિશે જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં શહેર સહિત રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ પછી, 30 જુલાઈથી હવામાનમાં ફેરફાર થઈ શકે છે. 30 જુલાઈથી, ચોમાસું ટ્રફ ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે, જે હાલમાં દક્ષિણ તરફ થોડી છે. જેના કારણે વરસાદમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઉત્તરાખંડ: ઘણી જગ્યાએ ભૂસ્ખલન, 2500 મુસાફરો ફસાયા
ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં વરસાદ અને ભૂસ્ખલનના અહેવાલો છે. શનિવારે રૂદ્રપ્રયાગ જિલ્લાના સોનપ્રયાગમાં સોન નદીના જોરદાર પ્રવાહને કારણે શટલ સર્વિસ પાર્કિંગ પાસેના રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો. શનિવારે સાંજ સુધીમાં અવરોધિત રસ્તો ખુલ્લો કરીને લગભગ 2500 શ્રદ્ધાળુઓને બચાવી લેવાયા હતા. વરસાદના કારણે રૂદ્રપ્રયાગમાં આવેલી કોટેશ્વર મહાદેવની ગુફા પણ ડૂબી ગઈ છે. ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રીમાં ભાગીરથીના જળ સ્તરમાં વધારો થવાને કારણે તેનું જળ સ્તર ગંગોત્રીમાં આરતી સ્થળ ભગીરથ શિલા સુધી પહોંચી ગયું છે. ગઢવાલ ક્ષેત્રમાં અલકનંદા અને મંદાકિની નદીઓ ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ છે